Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarmati Ashram Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે

Sabarmati Ashram Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 12 માર્ચ 2024 ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદ (Ahmedabad) માં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમમાં ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરશે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ...
sabarmati ashram project  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ  આશ્રમ ભૂમિ વંદના  કાર્યક્રમમાં સામેલ થશે
Advertisement

Sabarmati Ashram Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 12 માર્ચ 2024 ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદ (Ahmedabad) માં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમમાં ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરશે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહેશે.

એક સદી જૂની ધરોહરના પુનઃવિકાસનું વડાપ્રધાનનું વિઝન

PM Modi ના મનમાં મહાત્મા ગાંધી માટે વિશેષ લાગણી અને સન્માનની ભાવના છે. યુદ્ધના આ સમયમાં શાંતિના હિમાયતી તરીકે PM Modi ની વાતો મહાત્મા ગાંધી (Gandhi) ની યાદ અપાવે છે. રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) અને તેની આસપાસનાInfrastructure નો વિકાસ કરવાનો છે. તે ઉપરાંત આવતા પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજી (Gandhi) ને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.

Advertisement

Advertisement

પ્રાચીન હસ્તકલાઓને પણ નિહાળી શકાશે

અહીંયા ગાંધીજી (Gandhi) ના દિવ્ય જીવન અને આશ્રમ (Sabarmati Ashram) ના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) થી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. અહીંયા એવા Workshop નું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ ગાંધીજી (Sabarmati Ashram) ના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે તેમજ આશ્રમમાં ગાંધીજી (Sabarmati Ashram) ના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકાશે.

આવરણ નવું પણ આત્મા એ જ

પૂજ્ય બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે આશ્રમનું ‘આવરણ’ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે. આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. PM Modi ના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવાની દિશામાં આ પુનઃવિકાસ પ્રોજેક્ટ એક માઇલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો: Patidar vs Chaudhary: વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન પર પટેલ સમાજના લોકોએ આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×