Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SARANGPUR : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે

SARANGPUR : આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી...
sarangpur   cm ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે
Advertisement

SARANGPUR : આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહીં છે. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતી ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

CM પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે

Advertisement

હજારો ભક્તોની આસ્થાનું ધામ એવા સારંગપુરના ( SARANGPUR ) કષ્ટભંજન દેવ દર્શન અર્થે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કષ્ટભંજન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

આજના પાવન દિવસે ભાજપના અનેક રાજકીય નેતાઓ પણ  દાદાના આશીર્વાદ લેવા પહોચ્યા હતા. આજે હનુમાન જયંતિની સારંગપુર ખાતે ભવ્યતી અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે, તેના સાક્ષી બનવા માટે હજારો ભાવી ભક્તોની હાર માળ આજે સાળંગપુર ખાતે ઉમટી પડી છે.

ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન

તમને જણાવી દઈએ કે, હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ઠેર ઠેર થઈ રહીં છે. ડભોડા હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. નોંધનીય છે કે, ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રાજકોટમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહીં છે. નોંધનીય છે કે, રાજકોટના 4500 જેટલા મંદિરમાં ઉજવણી થઈ રહી છે. અહીં લોકોએ કેક કટિંગ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે.

ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટ્યો

વધારે વાત કરવામાં આવે તો અમરેલીના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટી પડ્યા છે. અમરેલીથી લાઠી વાયા ભુરખિયા હનુમાનજી મંદિરે જવાના રોડ પર ઠેરઠેર ખાણી પીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતિ નિમિત્તે લાઠી પાસે આવેલ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા માનવ મેદની ઉમટી છે. નોંધનીય છે કે, અમરેલીથી લાઠી વાયા ભુરખિયા રોડ પર પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા

Tags :
Advertisement

.

×