Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sardar@150 : ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને આહ્વાન

રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની પદયાત્રા) નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન થયું હતું.
sardar 150    ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને આહ્વાન
Advertisement

Sardar@150  : રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' Sardar@150 Unity March (કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની પદયાત્રા) નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન થયું હતું.

Sardar@150 : વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા સહભાગીતા જરૂરી

ભાણદ્રા ખાતે યોજાયેલી સભાને સંબોધતા કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી-G. Kishan Reddyએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે.

Advertisement

"સરદાર સાહેબનો માર્ગ જ ભારતને આત્મનિર્ભર, વિકસિત અને વિશ્વશક્તિ બનાવશે. આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનો વિશ્વ સમક્ષ ભારતની એકતા અને યુવાશક્તિનો સંદેશ આપી રહ્યા છે."

Sardar@150  : વિવિધતામાં એકતા જ આપણી સૌથી મોટી તાકાત

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરી (Union Minister of State for Skill Development Jayant Chaudhary)એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં યુવાનોની ઉત્સાહભેર સહભાગીતાથી આ માર્ચ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તેમણે યુવાપેઢીમાં સરદાર પટેલના વિચારો, સંસ્કારો, સાહસ, આત્મસમર્પણ અને રાષ્ટ્રવિકાસની ભાવના જીવંત કરવા પર ભાર મૂક્યો હતો.

Advertisement

"સરદાર સાહેબ જાણતા હતા કે ભલે ભાષા, ખોરાક, વેશભૂષા કે સંસ્કૃતિ અલગ હોય, પણ ભારતની ભાવના એક જ છે, એકતાની ભાવના. વિવિધતામાં એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે."

શ્રી ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી અને મૂળ મંત્ર યુવાનોની ભાગીદારી અને એકતા છે.

વિકસિત ભારત@૨૦૪૭ની જવાબદારી યુવાપેઢીની: ડૉ. સુકાંત મજુમદાર

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ પર જન્મેલા સરદાર સાહેબે દેશને સંપૂર્ણ ભારતનો આકાર આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો જે નિર્ધાર કર્યો છે, તેને ચરિતાર્થ કરવાની જવાબદારી આજની યુવાપેઢીની છે.

સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાના સામૂહિક શપથ

આ સમારોહમાં યુપીના કેબિનેટ મંત્રી  અનિલકુમાર, ગુજરાત સરકારના વન વિભાગના રાજ્યમંત્રી  પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રી  દર્શનાબેન વાઘેલા, રમત રાજ્યમંત્રી  જયરામભાઈ ગામિત સહિતના વરિષ્ઠ મંત્રીગણ અને સાંસદગણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રચંડ જનમેદનીએ આ ઐતિહાસિક રાષ્ટ્રીય એકતા યાત્રામાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી.

આ પણ વાંચો : Jamnagar: SJ સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું!, જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી!

Tags :
Advertisement

.

×