ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sashakt Nari Mela : ગુજરાતમાં આત્મનિર્ભર નારી શક્તિનો ઉત્સવ

સશક્ત નારી મેળા' દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે
02:31 PM Dec 09, 2025 IST | Kanu Jani
સશક્ત નારી મેળા' દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે

Sashakt Nari Mela : ગુજરાતમાં ૧૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી 'સશક્ત નારી મેળા'નું આયોજન: મહિલા સશક્તિકરણની નવી પહેલ થઈ રહી છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ મહત્વાકાંક્ષી પહેલનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવાનો, તેની ઉજવણી કરવાનો અને તેમના પ્રયાસોને એક યોગ્ય મંચ પૂરો પાડવાનો છે.

Sashakt Nari Mela : મહિલા-નેતૃત્વ વિકાસને મળશે પ્રોત્સાહન

આ 'સશક્ત નારી મેળા' દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે.

મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

Sashakt Nari Mela : મેળાના મુખ્ય ઉદ્દેશો અને આકર્ષણો

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા-આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

  • સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન: સ્થાનિક હસ્તકલા અને SHG ઉત્પાદનોને પ્રોત્સાહન આપી બજાર જોડાણ પૂરું પાડવું.

  • જાગૃતિ ફેલાવવી: મહિલા-કેન્દ્રિત સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવવી.

  • સન્માન સમારોહ: લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સિદ્ધિઓને સન્માનિત કરવી.

  • કૌશલ્ય વિકાસ: કૌશલ્ય વિકાસ, બજાર જોડાણો, ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવું.

પ્રદર્શન સ્ટોલ્સ અને પ્રવૃત્તિઓ

મેળામાં વિવિધ ઘટકો દ્વારા મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે:

  • સ્વદેશી પ્રદર્શન પેવેલિયન:

    • મહિલા SHGs, લખપતિ દીદીઓ, મહિલા સ્ટાર્ટઅપ્સ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનોના સ્ટોલ્સ.

    • હસ્તકલા, ખાદ્ય પ્રક્રિયા અને મિલેટ-આધારિત ઉત્પાદનોના જીવંત પ્રદર્શનો.

    • મોટા જિલ્લાઓમાં ૧૦૦ સ્ટોલ અને નાના જિલ્લાઓમાં ૫૦ સ્ટોલનું આયોજન.

    • વેચાણ કાઉન્ટર અને B2B લિન્કેજ ડેસ્કની વ્યવસ્થા.

  • માહિતી અને જાગૃતિ કાઉન્ટર: મહિલાઓ માટેની સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ, નાણાકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ સાક્ષરતા અંગેની માહિતી.

  • પ્રેરણાત્મક ટોક શો: મહિલા રાજકીય નેતાઓ, વરિષ્ઠ મહિલા અમલદારો, સફળ મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સ્વદેશી ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વ પર સત્રોનું આયોજન.

  • નેટવર્કિંગ અને માર્કેટ લિન્કેજ: બાયર-સેલર મીટ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાણ અને બેંક/NBFC લિન્કેજ ડેસ્ક દ્વારા બજારની તકો પૂરી પાડવી.

આ પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી ઝુંબેશ અને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના રોડમેપ સાથે સુસંગત છે, જે મહિલા-આગેવાની હેઠળના વિકાસ પર ભાર મૂકીને ગ્રામીણ આજીવિકા તેમજ સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો : Bhavnagar:કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં?

Tags :
CM Bhupendra Patelpm narendra modiSashakt Nari Mela
Next Article