Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવરકુંડલા : ગણેશ મહોત્સવમાં Chandrayaan-3 ના સફળ પરીક્ષણનો આકર્ષક ફ્લોટ તૈયાર કરાયો

અહેવાલ - ફારૂક કાદરી સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં ચંદ્રયાન-3 ને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભગવાનની ભક્તિ સંગાથે રાષ્ટ્રભક્તિની ભાવનાઓ પ્રજલવિત કરતી એકમાત્ર સાવરકુંડલાની સેવાભાવી...
સાવરકુંડલા   ગણેશ મહોત્સવમાં chandrayaan 3 ના સફળ પરીક્ષણનો આકર્ષક ફ્લોટ તૈયાર કરાયો
Advertisement

અહેવાલ - ફારૂક કાદરી

સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં ચંદ્રયાન-3 ને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભગવાનની ભક્તિ સંગાથે રાષ્ટ્રભક્તિની ભાવનાઓ પ્રજલવિત કરતી એકમાત્ર સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા એટલે સદભાવના ગ્રુપ.

Advertisement

Advertisement

સાવરકુંડલા શહેર તાલુકા માટે છેલ્લા 21 વર્ષથી પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદને પ્રેરણાથી કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા જે.વી મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંગાથે દેશની આન બાન અને શાન સમા ચંદ્રયાન-3 ને રોવર શકિત પોઇન્ટ પર સ્થાપિત કરીને આખી દુનિયાને અચંબિત કરનારા ભારત દેશના ઈસરો ના વૈજ્ઞાનિકોની સફળ સિદ્ધિને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવનાર ચંદ્રયાન 3 ને આબેહૂબ 25 ફૂટની હાઈટ સાથે દેશભક્તિના ગીતો વચ્ચે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ઉતરી રહ્યું હોય તેવો આકર્ષક ફ્લોટ તૈયાર કરીને દર્શનાર્થીઓ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, અમરેલી સરહિહી પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી સહિતના ભાજપના પદાધિકારીઓએ દુંદાળા દેવ ગણપતિ બાપાના દર્શન પણ કરીને ધન્યતા અનુભવી હતી.

સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ સાથે ચંદ્રયાન 3 ની ઈસરો ની સિદ્ધિ જોવા આખું કુંડલા ઉમટી પડ્યું હતું ને સેવાના ધ્યેય સાથે કાર્યરત સદભાવના ગૃપે ધાર્મિકતા સાથે રાષ્ટ્રીયતા જોડીને એક નવતર ચિલ્લો ચીતર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×