ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch: કચ્છમાં ઝડપાયું 1.5 કરોડનું ડ્ર્ગ્સ, SOG એ 147.67 ગ્રામ કોકેઇન સાથે ચારને દબોચ્યા

Kutch: કચ્છના ભચાઉ તાલુકાના ગઈકાલ રાત્રે SOG ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસ દ્વારા લાકડીયા ધોરીમાર્ગ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન SOG ની ટીમે હરિયાણા પાર્સિંગની એક કારને ઝડપી પાડી છે. આ કારમાંથી રૂપિયા 1,53,47,000 ની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું.
03:29 PM Nov 29, 2024 IST | VIMAL PRAJAPATI
Kutch: કચ્છના ભચાઉ તાલુકાના ગઈકાલ રાત્રે SOG ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસ દ્વારા લાકડીયા ધોરીમાર્ગ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન SOG ની ટીમે હરિયાણા પાર્સિંગની એક કારને ઝડપી પાડી છે. આ કારમાંથી રૂપિયા 1,53,47,000 ની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું.
Kutch
  1. 147.67 ગ્રામ કોકેઇન સાથે ચાર આરોપીઓની અટકાયત
  2. 147.67 ગ્રામ કોકેઇન બજાર કિંમત છે 1,53,47,000 રૂપિયા
  3. SOG વોચ ગોઠવી ચાર આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યાં
  4. SP સાગર બાગમારના માર્ગદર્શન તળે ધાક બેસાડતી કાર્યવાહી

Kutch: કચ્છના ભચાઉ તાલુકાના ગઈકાલ રાત્રે SOG ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસ દ્વારા લાકડીયા ધોરીમાર્ગ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન SOG ની ટીમે હરિયાણા પાર્સિંગની એક કારને ઝડપી પાડી છે. આ કારમાંથી રૂપિયા 1,53,47,000 ની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ટીમ દ્વારા ચાર શખસોની પણ અટકાયદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ચાર આરોપીઓ સામે એનડીપીસી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે પંજાબના દંપતી સહિત ચાર લોકોની કરી અટકાયત

મળતી વિગતો પ્રમાણે પંજાબના દંપતી સહિત ચારની અટકાયત કરી છે. આ ચારેય આરોપીઓ સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે. નોંધનીય છે કે, લાકડીયા ધોરીમાર્ગ પર પર આવેલા સામખીયાળી પાસે SOGએ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાંથી 1,53,47,000 રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ મામલે અત્યારે આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય નવી કડીઓ પણ ખુલવાની શક્યતાઓ વર્તાઈ રહીં છે.

આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ

કારમાં લઈને જઈ રહ્યાં હતા 1,53,47,000 કરોડનું ડ્રગ્સ

આરોપીઓની વાત કરવામાં આવે તો, અત્યારે ડ્રગ્સ સાથે 4 આરોપી ઝડપયા છે. જેમાં હનિરસિંગ બિન્દરસિંહ શીખ (ઉં.વ. 27 મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા) જે આ કારનો ડ્રાઈવર છે, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25, મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફુલ, જી. ભટીન્ડા), જસપાલકોર ઉર્ફ સુમન ગુલવંતસિંગ ઉર્ફ શનિભાઈ (ઉં.વ. 29) અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉં.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત

પોલીસે 4 આરોપીઓ સાથે મુદ્દામાલને કર્યો જપ્ત

નોંધનીય છે કે, પોલીસે આરોપીઓ પાસેથી આટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જેમાં 147.67 ગ્રામ કોકેઇન જેની બજાર કિંમત ₹1,47,67,000 થાય છે, આ સાથે ફોર્ડ ઇકો સ્પોર્ટ કાર (જેની કિમત ₹5,00,000) રૂપિયા ₹80,000ની કિંમતના 6 જેટલા ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ, કાયદાના નિયમો અનુસાર માદક પદાર્થના સેમ્પલિંગ, ઇવેંટ્રી વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. આ સાથે તમામ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: મોડાસામાં Bhupendrasinh Jhalaનું લાખોનું વૈભવી ફાર્મહાઉસ...

Tags :
cocaine NewsGujarati NewsKUCTH POLICELatest Gujarati NewsSay No To DrugsSay No To Drugs campaignSOGSOG PoliceSOG seizes cocaine
Next Article