Gujarat: PMJAY યોજનામાં કૌભાંડોની વણઝાર બાદ આખરે નવા નિયમો બનાવાયા, વાંચો સંપૂર્ણ અહેવાલ
- ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા PMJAY યોજનાની નવી SOP જાહેર
- કાર્ડિયાક, રેડીયોલોજી, કેન્સર, નિયોનેટલ કેર, રિપ્લેસમેન્ટ માટે જાહેર કરાઈ SOP
- 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલ આ યોજના સામેલ છે
- PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા
Gujarat: ગુજરાતમાં ખ્યાતિકાંડ થયો જેમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખ્યાતિ હોસ્પિટલે સરકાર પાસથે કરોડા રૂપિયા ખંખેરી લીધા. જેમાં અનેક લોકોને મોતને પણ ભટવું પડ્યું હતું. હવે રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રોકવા માટે PMJAY યોજનાની નવી SOP જાહેર કરાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી SOPની જાહેરાત કરી દીધી છે. આ SOPમાં કાર્ડિયોલોજી, કેન્સર અને નિયોનેટલ બાળકોની સારવાર સંદર્ભે નવા નિયમો બનાવવમાં આવ્યાં છે.
કાર્ડિયોલોજીની સેવાઓ માટેની SOPના નિયમો
કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઇમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણાશે. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફ્ક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે. આ સાથે હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. એટલું જ નહીં પરંતુ ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
કેન્સર સારવારની સારવાર માટે ની SOP
કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ)માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઇડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહીલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે. બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
આ પણ વાંચો: Gujarat: નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની કરી હતી લાખો રૂપિયાની ઠગાઈ, પોલીસે કરી ધરપકડ
નિયોનેટલ કેર અંગેની સારવાર માટેની SOP
નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને ICU માં આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજુઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. NICU/SNCU (નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈને CCTV ઇન્સટોલેશન કરવાનું રહેશે. THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે.
ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.
TKR/THR Total Knee replacement/ Total Hip replacement ની સારવાર માટેની SOP
યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી "ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા ૩૦% ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)"ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલ છે. જેમાં ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા સળંગ ૯ માસ સુધી ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ‘ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)’ સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂપિયા 03.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે, સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે video રેકોડીંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો: Ahmedabad : દહેગામ જતાં વાહનચાલકો સાચવજો! નર્મદા કેનાલનો એક છેડો ફૂટપાથ સહિત ધરાશાયી
સ્ટેટ ઍન્ટી ફોડ યુનિટ (SAFU)
રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ બનાવવામાં આવેલ છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવેલ છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેલ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબંધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થી ની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે. CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
થર્ડપાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બે થી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલ છે. રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તારીખ 04/12/2024 સુધી કુલ 72,79,797 દાવાઓ માટે રૂપિયા 15562.11 કરોડની ચૂકવણી કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: ફરી એકવાર દેશના ભાવિ સાથે રમત રમાઈ! AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ


