Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaheri Vikas Varsh-2025 :મુખ્યમંત્રીનો ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણય

સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે
shaheri vikas varsh 2025  મુખ્યમંત્રીનો ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણય
Advertisement
  • Shaheri Vikas Varsh-2025 :મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં મહત્વપૂર્ણ નિર્ણય
  • શહેરોને જોડતા - શહેરોમાંથી પસાર થતાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ૯૧ માર્ગો વિકાસ પથ અંતર્ગત અદ્યતન સુવિધાસભર કરવા ૮૨૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Shaheri Vikas Varsh-2025 : 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' (Earning Well Living Well)નો ધ્યેય સાકાર કરવા આજે એક જ દિવસમાં એક સાથે રાજ્યના નગરો-મહાનગરોમાં કુલ ₹2204.85 કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના શહેરોને જોડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ૮૨૨ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિકાસ પથ યોજના (Vikas Path Yojana)માં આવા ૨૩૩ કિલોમીટર લંબાઇના ૯૧ માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.

Advertisement

Shaheri Vikas Varsh-2025:બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ

રાજ્યમાં શહેરોને જોડતા - શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ ૮૨૨ કોરોડની માતબર રકમમાંથી વિકાસપથ અન્વયે શહેરના રસ્તાઓ સુદ્રઢ, સુંદર, મજબૂત અને સુવિધાયુકત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એટલું જ નહિ, વાહન વ્યવહારમાં સુરક્ષા વઘશે, ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને મુસાફરીનો સમય ઘટતાં ઇંઘણની પણ બચત થશે. અવાજ અને હવાનું પ્રદૂષણ ઘટતા પર્યાવરણ પર સકારાત્મક અસર થશે, સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે.

આ પીએન વાંચો :Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘ

Tags :
Advertisement

.

×