Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaheri Vikas Varsh : શહેરી વિકાસ કામોને હવેથી વહીવટી સરળતાથી વેગવંતી બનાવાશે

શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું લક્ષ્ય
shaheri vikas varsh   શહેરી વિકાસ કામોને હવેથી વહીવટી સરળતાથી વેગવંતી બનાવાશે
Advertisement
  • Shaheri Vikas Varsh : શહેરી વિકાસ વર્ષમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાતા વિકાસ કામોને વધુ વેગવાન બનાવતો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
  • વિવિધ યોજનાઓ અન્વયેની ગ્રાન્ટમાંથી નગરોમાં હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં ૫૦ ટકાનો વધારો કરતા મુખ્યમંત્રીશ્રી
  • વિકાસ કામો શરૂ કરવામાં વિલંબ નિવારીને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ સુનિશ્ચિત કરવાનો વહિવટી સરળીકરણ માટે મુખ્યમંત્રીશ્રીનો ઉદાહરણરૂપ નિર્ણય
  • નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં ૧૦૦ ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે
  •  ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ૭૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક - વહીવટી મંજૂરી આપી શકાશે.
  •  ‘બ’ વર્ગમાં રૂ. ૫૦ – ‘ક’ વર્ગમાં રૂ. ૪૦ અને ‘ડ’ વર્ગમાં રૂ. ૩૦ લાખ સુધી કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે

Shaheri Vikas Varsh-2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શહેરી વિકાસ વર્ષની સંકલ્પના સાકાર કરીને શહેરો-નગરોમાં સ્થાનિક સત્તા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવતા નાગરિકલક્ષી વિકાસ કામોને વધુ વેગવાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Advertisement

રાજ્યની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો.

Shaheri Vikas Varsh-2025 : શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ

શહેરી વિકાસની બે દાયકાની આ સફળતાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ(Shaheri Vikas Varsh 2025) તરીકે ઉજવીને શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.

આ લક્ષ્યને સાકાર કરવા શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ લાવીને શહેરી જન સુવિધાના કામો ઝડપથી હાથ ધરવા માટે નાણાંકીય સત્તા મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો પરિણામકારી બનશે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ‘અ’ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની હાલની નાણાંકીય મર્યાદા રૂ.૫૦ લાખ છે તેમાં રૂ.૨૦ લાખ વધારીને હવે રૂ.૭૦ લાખ કરી છે.

એટલું જ નહિ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓ માટે ૪૦થી વધારીને રૂ. ૫૦ લાખ, ‘ક’ વર્ગ માટે ૩૦થી વધારીને રૂ. ૪૦ લાખ, ‘ડ’ વર્ગ માટે ૨૦થી વધારીને રૂ. ૩૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપવાની સત્તા સોંપવામાં આવી છે.

Shaheri Vikas Varsh-સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી

મુખ્યમંત્રીશ્રીએ વહિવટી સરળીકરણની દિશામાં એક ઉદાહરણરૂપ પગલું લઈને એવું સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે કે, નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યેથી પ્રાદેશિક મ્યુનીસીપલ કમિશ્નર આર.સી.એમ. ઓફિસ દ્વારા સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

એટલું જ નહિ, આવી ગ્રાન્ટની બે હપ્તામાં ૧૦૦ ટકા ફાળવણી કરાશે. આના પરિણામે નગરપાલિકા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં વિલંબનું નિવારણ અને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ થશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિસ્તારોના ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ-અગ્રણીઓએ આ માટે કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે નાણાંકીય સત્તા મર્યાદામાં વધારો કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથોસાથ “અર્નીંગ વેલ - લીવીંગ વેલ”(Earning well-living well)નો અભિગમ પણ ચરિતાર્થ થશે અને શહેરી વિસ્તારોમાં જન સુખાકારી કામો સહિતના વિવિધ વિકાસ કામો ગુણવત્તા સાથે સમયબદ્ધ પૂર્ણ થશે.

આ પણ વાંચો : Seventh Day School : વિદ્યાર્થીની હત્યા સમયના ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે!

Tags :
Advertisement

.

×