Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shikshan Kavacha :આદિજાતિના ૧૧ લાખ વિદ્યાર્થીઓને ૫ વર્ષમાં શિષ્યવૃત્તિ સહાય

આદિજાતિના વિદ્યાર્થીઓને 'શિક્ષણ કવચ' દ્વારા  ૫ વર્ષમાં ₹૨,૪૭૦ કરોડની શિષ્યવૃત્તિ સહાય અન્વયે ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકારે નવી દિશાઓ ખોલી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ (ST) વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે આજે ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી છે
shikshan kavacha  આદિજાતિના ૧૧ લાખ વિદ્યાર્થીઓને ૫ વર્ષમાં શિષ્યવૃત્તિ સહાય
Advertisement

Shikshan Kavacha : આદિજાતિના વિદ્યાર્થીઓને 'શિક્ષણ કવચ' દ્વારા  ૫ વર્ષમાં ₹૨,૪૭૦ કરોડની શિષ્યવૃત્તિ સહાય અન્વયે ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકારે નવી દિશાઓ ખોલી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના વિઝન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ (ST) વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે આજે ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે, છેલ્લા પાંચ વર્ષ (૨૦૨૧-૨૦૨૫)માં રાજ્યમાં કુલ ૧૧ લાખથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને રૂપિયા ૨,૪૭૦.૫૭ કરોડ ની માતબર રકમની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે.

Shikshan Kavacha :  'પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના': ઉચ્ચ શિક્ષણનું પ્રવેશદ્વાર

મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પ્રેરિત ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના’ એ ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીનું ઉત્તમ ઘડતર કરવા માટેનું એક શક્તિશાળી માધ્યમ બની છે.

Advertisement

આ યોજના હેઠળ મેડિકલ, પેરામેડિકલ, ઇજનેરી જેવા ટેકનિકલ અભ્યાસક્રમોથી લઈને આર્ટસ, કોમર્સ, સાયન્સ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ બી.એડ. અને એમ.એડ જેવા શિક્ષણના મહત્વપૂર્ણ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

Advertisement

ઝડપી આંકડાઓ:

  • લાભાર્થીઓની સંખ્યા (૨૦૨૧-૨૦૨૫): ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ

  • કુલ સહાયની રકમ: ₹ ૨,૪૭૦.૫૭ કરોડ

  • ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬નું લક્ષ્ય: ૧.૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹ ૪૬૦ કરોડની સહાય

Shikshan Kavacha : ડીબીટી (DBT) મારફતે સીધી સહાય

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે પણ ઓનલાઈન પોર્ટલ પર મળેલી અરજીઓ અને અગાઉની પડતર અરજીઓ પૈકી ૧.૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૪૬૦ કરોડની સહાય ટૂંક સમયમાં જ સીધા તેમના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફત જમા કરવામાં આવશે.

યોજનાની ફંડિંગ પેટર્ન સમજાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, આ મહત્ત્વની શિષ્યવૃત્તિમાં કેન્દ્ર સરકારનો ૭૫ ટકા અને રાજ્ય સરકારનો ૨૫ ટકા હિસ્સો રહેલો છે, જે દર્શાવે છે કે આદિજાતિના યુવાનોના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુમેળ સાધીને કાર્ય કરી રહી છે.

લક્ષ્ય: શૈક્ષણિક ઉત્કર્ષ અને સમાન તક

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી સર્વે  રમેશ કટારા (Ramesh Katara),  પી.સી.બરંડા અને ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં મંત્રી  પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષણ એ સામાજિક-આર્થિક ઉન્નતિનું સૌથી શક્તિશાળી સાધન છે.

તેમણે ખાતરી આપી કે, ગુજરાત સરકાર આવનારા સમયમાં પણ આ યોજનાને વધુ મજબૂત બનાવવા, વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અને શૈક્ષણિક ક્ષેત્રમાં સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ રહેશે. આ યોજનાઓના સુપેરે અમલથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો બન્યો છે.

આ પણ વાંચો : Vikasit Gujarat@2047 : ગુજરાત @2047 નું લક્ષ્ય 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી

Tags :
Advertisement

.

×