Jamnagar માં યોજાશે શ્રાવણી લોકમેળો,હાઇર્કોટે અરજી પર સ્ટે લગાવ્યો
Jamnagar માં યોજાશે શ્રાવણી લોકમેળો
હાઇકોર્ટે અરજી પર લગાવ્યો સ્ટે
અરજદારની લોકમેળો નહીં યોજાવની અરજી પર સ્ટે અપાયો
Jamnagar માં શ્રાવણી લોકમેળાની અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં હવે શ્રાવણી લોકમેળો યોજાશે. જામનગરમાં શ્રાવણી લોકમેળો નહીં યોજાવવાની માંગ કરતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે લગાવ્યો છે. હાઇકોર્ટના આ નિર્ણયથી લોકમેળાનો આયોજન કરવાનું સરળ બન્યું.હવે જામનગરમાં લોકમેળોને મળી લીલીઝંડી.
Jamnagar માં લોકમેળો યોજાશે
નોંધનીય છે કે અરજદારે જામનગરમાં શ્રાવણી લોકમેળામાં લોકોની સલામતી અને રાઇડસના મુદ્દે મેળો નહીં યોજાવવાની એક અર કોર્ટમાં કરી હતી, આ કેસ સિવિલ કોર્ટમાં ચાલ્યો હતો જે અંગે સિવિલ કોર્ટે મહત્વનો ચુકાદો આપીને મેળાના આયોજનને લીલીઝંડી આપી હતી. આ ચુકાદાને અમાન્ય ગણીને ઉપલી કોર્ટમાં લોકમેળો નહીં યોજવાની અરજી દાખલ કરી હતી. આ કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગળ વધે તે પહેલા જ આ અરજી પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. જેના લીધે હવે જામનગરમાં શ્રાવણી મેળો યોજાશે, હવે કોઇ કાનૂની અવરોધ નથી. જામનગર જિલ્લામાં આ નિર્ણયથી ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો: Surat : સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક હચમચાવતી ઘટના, 27 વર્ષીય માતાનું મોત


