Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કારતક સુદ પૂર્ણિમાએ Dakor માં પધાર્યા હતા શ્રી રણછોડરાયજી, આજે 869 વર્ષ પૂરા થયા

Dakor: આજે દેવ દિવાળીના દિવસે ડાકોરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઇ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
કારતક સુદ પૂર્ણિમાએ dakor માં પધાર્યા હતા શ્રી રણછોડરાયજી  આજે 869 વર્ષ પૂરા થયા
Advertisement
  1. રણછોડરાયને આજે વિશેષ મુગટ ધારણ કરાવવામાં આવ્યો
  2. સંવત 1212 ની કારતક સુદ પૂર્ણિમાએ ડાકોર આવ્યા હતા
  3. આજને દિવસ ભક્તો માટે ખુબ જ પવિત્ર મનાય છે

Dakor: આજે દેવ દિવાળીના દિવસે ડાકોરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઇ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સંવત 1212 ની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈ ડાકોર પધાર્યા હતા. મહત્વની વાત એ છે કે, રાજા રણછોડ ડાકોરમાં પધારે આજે 869 વર્ષ પૂરા થયા છે. વર્ષો પહેલા આજના દિવસે ભગવાન ડાકોર પધાર્યા હતાં જેથી આજનો દિવસ ભક્તો માટે ખાસ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: દેવ દિવાળીએ ડાકોર ટેમ્પલ કમિટીની ખાસ ભેટ, ધજા ચડાવવાને લઈને લીધે આ નિર્ણય

Advertisement

‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું

આજે વહેલી સવારે 04:30 વાગે ભગવાનની મંગળા આરતી સમય ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી હતી. ગઈકાલે મોડી રાતથી જ ભક્તોએ દર્શન માટે લાઈન લગાવી હતી. વહેલી સવારે 04:30 વાગે મંગળા આરતીના દર્શન સમયે ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી સમગ્રમંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર કરવામાં આવશે. ભગવાનને આજે વિશેષ મુગળ ધારણ કરાવવામાં આવ્યો હતો. વર્ષો પહેલા આ મુગટની કિંમત સવા લાખ હતી અત્યારે આ મુગટની કિંમત કરોડોમાં ગણવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Dev Deepawali:દેવ દિવાળીની દિવસે ભગવાન શિવનો વિશેષ મહિમા..

ભક્તો માટે અહીં કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

ભગવાનને વિશેષ આ મુગટ વર્ષમાં ત્રણ વખત પહેરાવવામાં આવે છે. દર્શનાર્થેને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ખેડા જિલ્લા પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી. અત્યારે ડાકોરમાં મોટા સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વારે તહેવારે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. મહત્વની વાત એ છે કે, અહીં દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં! Mehsana ની આ 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી, જાણો કારણ!

Tags :
Advertisement

.

×