Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Significant rainfall in Gujarat: રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાયા

રાજ્યમાં ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ
significant rainfall in gujarat  રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા સુધી  ભરાયા
Advertisement
  • Significant rainfall in Gujarat : સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા
  • અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો :
    સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો
  • રાજ્યમાં ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ
  • રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ -Sardar Sarovar Dam માં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ

Significant rainfall in Gujarat :રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

Advertisement

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ ૬૮.૯૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧ ટકા, કચ્છમાં ૭૦ ટકા, પૂર્વ મધ્યમાં ૬૯ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

Advertisement

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૭૩ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૮.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના માછીમારો-Fishermen ને તા. ૧૮ થી ૨૧ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. વરસ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે

આ પણ વાંચો : Pest management : ખેતી નિયામક કચેરીનાં ખેડૂતોને મહત્વનાં સૂચનો

Tags :
Advertisement

.

×