ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા

BAPS : ધાર્મિક લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad City) ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) પર સ્વામીનારાયણ સંપ્રદાય...
07:47 PM Mar 26, 2025 IST | Bankim Patel
BAPS : ધાર્મિક લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad City) ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) પર સ્વામીનારાયણ સંપ્રદાય...

BAPS : ધાર્મિક લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad City) ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) પર સ્વામીનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ પોસ્ટ કરનારાઓ સામે બોચાસણ અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha) ના હરિભક્તે નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદના એક શખ્સની ધરપકડ કરી છે. Team Cyber Crime એ આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

BAPS ના હરિભક્તે શું નોંધાવી હતી ફરિયાદ ?

અમદાવાદમાં રહેતા સ્વામીનારાયણ સંપ્રદાય BAPS ના હરિભક્ત વિપુલભાઈ પટેલે ગત 10 માર્ચના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ગત 7 માર્ચના રોજ ફરિયાદીને કેટલાંક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહંત સ્વામી (Mahant Swami), અન્ય સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયની શાખને ઠેસ પહોંચે તેવા લખાણ અને ઉશ્કેરણીજનક ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું. વિપુલ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા ગુરૂની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે રીતે કેટલાંક લોકો B.A.P.S., Vadtal Dham, Pramukhraj અને BAPS EK PARIVAR જેવા નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક વાતો ફેલાવી સ્વામીનારાયણ સંપ્રદાયની લાગણી દુભાવે છે. BAPS ના હયાત તેમજ અક્ષર નિવાસી સંતો વિશે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના પૂરાવા હરિભક્તે પોલીસને સોંપ્યા હતા.

આ પણ  વાંચો -Aava Water Plant : બૉટલોમાં પાણી ભરીને વેચતી કંપનીના પાર્કિંગમાં પડેલી બિનવારસી ટ્રકમાંથી મળ્યો વિદેશી દારૂ

અમદાવાદના અવિનાશ વ્યાસની ધરપકડ

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળતાની સાથે ટીમ હરકતમાં આવી ગઈ હતી. જુદાજુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી માહિતી મેળવી તેમજ ટેકનિકલ ટીમના સપોર્ટથી અમદાવાદના વટવામાં રહેતા અવિનાશ વ્યાસ ઉર્ફે ભૂદેવ અવિનાશ વ્યાસ (Bhudev Avinash Vyas) સુધી પોલીસ પહોંચી ગઈ હતી. અવિનાશ વ્યાસ પાસેથી કુલ ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન તેના મોબાઈલ ફોનમાંથી એક્સ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા એક ડઝનથી પણ વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા. માથાભારે ગુજ્જુ ભાઈ, પ્રેમવતીનો લવર, પબ્લીક વૉઈસ ન્યૂઝ, વ્યાસજી, રૂચી ગુપ્તા તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampradaya) ના જુદાજુદા નામે બનાવેલા એકાઉન્ટ ફોનમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત અભદ્ર લખાણવાળા બોચાસણ અક્ષર પુરષોત્તમ સંસ્થાના મહંત સ્વામી અને સંતોના ફોટો મળી આવ્યા હતા.

આ પણ  વાંચો -2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી

પોલીસે આરોપીના રિમાન્ડ કેમ માગ્યા ?

ખાનગી બેંકમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અવિનાશ વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પોલીસે એડી. ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં ટેગ કરાયેલો BAPS ના હયાત સંતનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવેલો એક અભદ્ર ફોટો (AI Generated Image) મળી આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં અવિનાશ વ્યાસે X અને Facebook પર અનેક Fake Profile બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખાનગી બેંકના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અવિનાશ વ્યાસની ધરપકડ કરી તપાસ અધિકારીએ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. આરોપીને કોણ પ્રોત્સાહન આપે છે, બીજા સહ આરોપીઓ કોણ-કોણ સંડોવાયેલા છે તેમજ મોબાઈલ ફોન સિવાય અન્ય કોઈ ડિવાઈસનો ઉપયોગ થયો છે કેમ ? તેની તપાસ કરવા પોલીસે કસ્ટડી માગી હતી. અદાલતે આરોપી અવિનાશ વ્યાસને એક દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો.

Tags :
AI Generated ImageBankim PatelBAPSBAPS EK PARIVARBhudev Avinash VyasBochasanwasi Akshar Purushottam Swaminarayan SansthaCyber Crime Police Station Ahmedabad CityFacebookFake ProfileGujarat FirstPramukhrajSocial Media PlatformsSwaminarayan SampradayaTeam Cyber CrimeVADTAL DHAM
Next Article