ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યના 47 મંદિરો સાથે સોમનાથ મંદિરને ‘Eat Right Place of Worship’ થી સર્ટિફાય કરવામાં આવ્યું

Eat Right Place of Worship: સોમનાથ મંદિર, ગીર સોમનાથને ‘Eat Right Place of Worship’ સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
11:38 PM Feb 24, 2025 IST | VIMAL PRAJAPATI
Eat Right Place of Worship: સોમનાથ મંદિર, ગીર સોમનાથને ‘Eat Right Place of Worship’ સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
Eat Right Place of Worship
  1. રાજ્યના 47 મંદિરોને અપાયા છે આ સર્ટિફિકેટ
  2. મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદી મળે તે હેતુ
  3. 'ઈટ રાઈટ પ્લેસ ઓફ વર્શીપ' એ FSSAIની એક પહેલ છે

Eat Right Place of Worship: સોમનાથ મંદિર, ગીર સોમનાથને ‘Eat Right Place of Worship’ સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં હાલમાં કૂલ 47 મંદિરોને ‘Eat Right Place of Worship’ તરીકે સર્ટિફાય કરવામાં આવેલ છે. કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.

'ઈટ રાઈટ પ્લેસ ઓફ વર્શીપ' એ FSSAIની એક પહેલ છે

‘Eat Right Places of Worship’ (PoW) એ FSSAI ની એક પહેલ છે જે પૂજા સ્થળો (PoW) ને ખોરાક સલામતી અને સ્વચ્છતા અપનાવવા અને જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેનો ઉદ્દેશ્ય પૂજા સ્થળોમાં પ્રસાદ/લંગર વગેરેમાં પીરસવામાં આવતા ખોરાકમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા અને જાગૃતિ લાવવાનો તથા Food Safety and Standards, 2006 અને તે અન્વયે ના નિયમો અને રેગ્યુલેશનના પાલન સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો: Surat: અગ્રવાલ શાળાના સ્કૂલવાનચાલકની ગંભીર બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થિની

પ્રસાદમાં ગેરરિતી અને અનીતિ રોકવાનો છે ઉદ્દેશ્ય

મંદિરો માટે FSSAI દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા જે તે મંદિરનું રજીસ્ટ્રેશન કરાવી, તેનું Pre-Audit કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં પ્રસાદ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને FoSTAC ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમનું ફરીથી ઓડિટ કરવામાં આવે છે અને ત્યારબાદ ખોરાક નું ગુણવતા નિશ્ચિત કર્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Rajkot: રૂપિયા માટે સાયબર ઠગોનો નવો કિમીયો, ઓનલાઈન કંકોત્રી આવે તો...

ગીર સોમનાથમાં આવેલું દેશના 12 મહત્વના જ્યોતિર્લીંગ માંથી એક

સોમનાથ મંદિર ગુજરાતમાં ગીર સોમનાથમાં આવેલું દેશના 12 મહત્વના જ્યોતિર્લીંગ માંથી એક છે અને તેની મહત્વતા જોતા અને ત્યા દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સલામત પ્રસાદ મળી રહે તે માટે સોમનાથ મંદિરનું થર્ડ પાર્ટી ઓડીટ એજન્‍સી દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ અને તેને ‘Eat Right Place of Worship’ સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવેલ છે. આમ, રાજ્યના મંદિરો માં ભગવાન ને ધરાવવા આવતો પ્રસાદ ગુણવતા યુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Eat Right Place of WorshipEat Right Place of Worship NewsEat Right Place of Worship updateGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsSomnathSomnath TempleSomnath Temple News
Next Article