Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : પુત્રોએ પિતાની હત્યાના આરોપીની કરી હત્યા

અહેવાલ-- યસપાલસિંહ વાઘેલા, થરાદ બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે. પિતાની હત્યાનો બદલો લેવા માટે બે પુત્રો સહિત તેમના સાગરીતોએ પિતાના હત્યારાની હત્યા કરી નાખી હતી. મફા પટેલની ગોળી મારી હત્યા સમગ્ર ઘટનાનાની વાત કરવામાં આવે તો વાવના...
banaskantha   પુત્રોએ પિતાની હત્યાના આરોપીની કરી હત્યા
Advertisement

અહેવાલ-- યસપાલસિંહ વાઘેલા, થરાદ

બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે. પિતાની હત્યાનો બદલો લેવા માટે બે પુત્રો સહિત તેમના સાગરીતોએ પિતાના હત્યારાની હત્યા કરી નાખી હતી.

Advertisement

Advertisement

મફા પટેલની ગોળી મારી હત્યા

સમગ્ર ઘટનાનાની વાત કરવામાં આવે તો વાવના ટડાવ નજીક શુક્રવારના સાંજ ના સમયે થરાદ કોર્ટમાંથી મુદ્દતની હાજરી ભરાવી વાવના મીઠાવીરાણા ગામના મફા પટેલ પોતાની પત્ની સાથે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. મફાભાઈ ટડાવ ગામ નજીક પહોંચ્યા ત્યારે ત્રણ વાહનોએ તેમનો પીછો કર્યો હતો તેમાંથી પહેલા બોલેરો ગાડીએ મફા પટેલના બાઈકને ટક્કર મારી હતી. જો કેમફા પટેલ જીવતા રહી જતા કારથી કચડવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ હત્યારાઓએ ધડાધડ ગોળીઓ મારી મફા પટેલની હત્યા કરી દીધી હતી. સદનસીબે મફાભાઈ પટેલની પત્નીનો આબાદ બચાવ થયો હતો. તેમને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈ બનાસકાંઠાની પોલીસ આરોપીને શોધવા માટે દોડતી થઈ છે.

મફા પટેલ વર્ધાજી બારોટની હત્યા કરી હતી

હત્યા પાછળનું મુખ્ય કારણ છે કે મૃતક મફા પટેલે તેમના સાગરીતો સાથે થોડા વર્ષો પેલા સણવાલ ગામ ના વર્ધાજી બારોટ નામના વ્યક્તિની હત્યા કરી હતી. વર્ધાજી બારોટની હત્યા મફા પટેલ હત્યાના ગુનામા જેલમાં હતો. થોડા દિવસો પહેલા મફા પટેલ જામીન પર છૂટી ઘેર આવેલો હતો અને શુક્રવારે સાંજના સમયે પત્ની ની સાથે થરાદથી ઘરે જઈ રહ્યા હતો ત્યારે વર્ધાજી બારોટના પુત્રો એ પિતાની હત્યાનો બદલો લેવા માટે પોતાના સાગરીતો સાથે મળી મફા પટેલની ગોળી મારી હત્યા કરી હતી.

પોલીસે આરોપીની શોધખોળ આદરી

પોલીસે તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૃતકના પત્ની એ ત્રણ વ્યક્તિના નામ જોગ અને ત્રણ અજાણ્યા શખ્સોના વિરોધમાં પતિના હત્યા અંગે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો---ANAND : કાયદાના રક્ષકે જ કાયદો નેવે મૂક્યો; હનીટ્રેપ ગોઠવી, અમદાવાદના વેપારી સામે રચ્યો કારસો..

Tags :
Advertisement

.

×