Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji Bhadarvi Poonam માં શ્રદ્વાળુઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરાઇ, 24 કલાક પાણીની અવિરત સેવા

Ambaji Bhadarvi Poonam માં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે
ambaji bhadarvi poonam માં શ્રદ્વાળુઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરાઇ  24 કલાક પાણીની અવિરત સેવા
Advertisement
  • Ambaji Bhadarvi Poonam માં 28 લાખ લિટર પાણીની  વ્યવસ્થા કરાઇ છે
  • પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત 24 કલાક પાણીની અવિરત સેવા

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 28 લાખ લીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે.

Ambaji Bhadarvi Poonam માં પાણીની કરાઇ વ્યવસ્થા

મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેરશ્રી અજય નગરિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે.

Advertisement

Advertisement

Ambaji Bhadarvi Poonam માં પાણીની 24 કલાક અવિરત સેવા

અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી અજય નગરિયાએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસરથી પાણી મળે એ માટે ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે તથા 10 લાખ લિટર પાણી સ્થાનિક સ્ત્રોત દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત પૂરું પાડવામાં આવે છે અને રોજનું કુલ 28 લાખ લીટર પાણી અંબાજી શહેર અને મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળામાં 35 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. જેમાં અંબાજીથી દાતા રોડ પર 25 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ, પાર્કિંગ જેવી જગ્યાએ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે.આ પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ:  શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો:    Poonam Madam નો કોંગ્રેસ-RJD પર પ્રહાર : PM મોદીના માતાના અપમાનને ગણાવ્યું શરમજનક

Tags :
Advertisement

.

×