Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકોની સુરક્ષા માટે પાલનપુર શહેરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું કરાયું આયોજન

બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી બનાસકાંઠા પોલીસે એક ખાસ આયોજન કર્યું છે. પોલીસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની...
બાળકોની સુરક્ષા માટે પાલનપુર શહેરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું કરાયું આયોજન
Advertisement

બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી બનાસકાંઠા પોલીસે એક ખાસ આયોજન કર્યું છે. પોલીસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજે પાલનપુર શહેરમાં આવેલશાળા સંકુલોની આસપાસ સ્કૂલ વાન માટે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 350 આસપાસ વ્યક્તિઓને ટ્રાફિક નિયમનની જાણકારી આપવામાં આવી હતી. વાહનમાં વધુ પડતા પેસેન્જર ભરવા તેમજ પાર્સિંગ બાબતે આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર દ્વારા 28 જેટલાં ચલણ કાપવામાં આવ્યા હતા. 18 વર્ષથી નીચેની વયે વાહન ચલાવતા તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવા બાબતે શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ મળી કુલ-36 ચલણ કાપવામાં આવ્યા હતા.

Advertisement

તેમજ શાળા સંકુલ આજુબાજુના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ટ્રાફિક નિયમન બાબતની સમજણ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સ્વયંભૂ ટ્રાફિક નિયમનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.આ ડ્રાઈવમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે.જોષી, આરટીઓ ઇન્સ્પેક્ટરઓ એ.એન. પંચાલ, વાય. બી. ઠાકોર, જી.બી.લીલ્હાર અને સીટી ટ્રાફિક એએસઆઈ કાંતિભાઈ પરમાર,જિલ્લા ટ્રાફિક પોલીસ કાનજીભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - VADODARA : કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં મજૂરો દટાયા, 3 શ્રમિકને આબાદ બચાવાયા

આ પણ વાંચો - Ahmedabad ની આ સોસાયટીએ પર્યાવરણની જાળવણી માટે લીધો અનોખો નિર્ધાર, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સચિન શેખલીયા

Tags :
Advertisement

.

×