Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી

સ્વિત્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે ગુજરાતના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાં ઓલિમ્પિકના આગામી આયોજન બાબતે ચર્ચા થઈ હતી.
સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી
Advertisement
  • ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક
  • સ્વિત્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે બેઠક
  • IAS એમ. થેન્નારસન અને IAS અશ્વિનીકુમાર પણ બેઠકમાં રહ્યા હાજર
  • ભારતીય ઓલિમ્પિક એસો.ના પ્રમુખ પી.ટી. ઉષા પણ રહ્યા ઉપસ્થિત
  • ભારતમાં ઓલિમ્પિકના આગામી આયોજન બાબતે થઈ ચર્ચા

ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ  પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી એમ. થેન્નારસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝર્લેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી.

ગુજરાતના રમતગમત પ્રતિનિધિમંડળે લૌઝેન સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટએકોર્ડના અધ્યક્ષ સાથે બેઠક કરીને ગુજરાતમાં યોજાનારી સ્પોર્ટએકોર્ડ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું. જેમાં એક અગ્રણી રમતગમત ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે આપણા રાજ્યની ક્ષમતા દર્શાવવામાં આવી હતી.

Advertisement

ત્યારબાદ ટીમ બર્સન સાથે આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન્સ, સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસ માટેની વિવિધ તકો અંગે પણ વિગતવાર ચર્ચા કરી.

Advertisement

વધુમાં, એસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝ (ANOC) ટીમ સાથે મુલાકાત કરીને ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ANOC ઇવેન્ટ્સનું આયોજન કરવા માટેની સંભવિત તકોની ચર્ચા કરવામાં આવી, જેમાં આપણા રમતગમતના માળખા અને ગુજરાતની અસ્મિતા અને આતિથ્યને પ્રકાશિત કરવામાં આવ્યું. ANOC એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા માન્યતા પ્રાપ્ત 206 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ (NOCs) ને સંલગ્ન કરે છે.

વધુમાં, હર્ષ સંઘવીની આગેવાનીના પ્રતિનિધિમંડળે FIVB પ્રમુખ (આંતરરાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન) અને તેમની ટીમ સાથે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન અને વોલીબોલ રમતના વિકાસ માટેની તકો અંગે ચર્ચા કરતા ફળદાયી બેઠક કરી.

સ્વિત્ઝર્લેન્ડની આ મુલાકાત દરમિયાન વિવિધ આંતરરાષ્ટ્રીય રમતગમત ફેડરેશનમાં કામ કરતા ભારતના યુવા વ્યાવસાયિકો સાથે રાત્રિભોજન કરીને તેમની સાથે સંવાદ કર્યો અને જોડાણોને પ્રોત્સાહન આપ્યું અને ભવિષ્યના સહયોગ માટે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.

આ પણ વાંચોઃ વિશ્વ સંસ્કૃત સંમેલન : નેપાળમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પર વિશિષ્ટ સત્ર

મંત્રી  હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકો ભારત અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોના કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક રમતગમત સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનું પગલું બની રહેશે.

આ પણ વાંચોઃ અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો

Tags :
Advertisement

.

×