Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિવસની ઉજવણી, નાગરિકોને કરી રાજ્યપાલ-CM ની ખાસ અપીલ

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 2025 તાપીમાં કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યનું પાલન કરે તો 'વિકસિત ભારત' બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે
તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિવસની ઉજવણી  નાગરિકોને કરી રાજ્યપાલ cm ની ખાસ અપીલ
Advertisement
  • રાજ્યપાલે કહ્યું નાગરિકો ફરજ નિભાવે તો દેશ ફરી બનશે વિશ્વગુરૂ
  • પ્રજાસત્તાક દિવસ પ્રસંગે મુખ્યમંત્રી અને રાજ્યપાલ તાપી પહોંચ્યા
  • રાજ્યપાલ-CM એ એટ હોમ કાર્યક્રમમાં નાગરિકો સાથે કરી મુલાકાત

ગાંધીનગર : 76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 2025 તાપીમાં કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યનું પાલન કરે તો 'વિકસિત ભારત' બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો. 'એટ હૉમ'માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારત ફરી વિશ્વગુરૂ બનશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું 'વિશ્વગુરૂ'નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું. દેશના ભવ્ય વારસાનું ગૌરવ-જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌને પ્રતિજ્ઞાબદ્ધ બનવાનું આહ્વાન રાજ્યપાલે કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો : Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રહ્યા હાજર

76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એટ હૉમ' કાર્યક્રમ અંતર્ગત વ્યારા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘એટ હૉમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલએ વ્યારા સહિત રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

2047 માં વિકસિત ભારત બનતા કોઇ નહી અટકાવી શકે

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે રોડ નેટવર્ક, આરોગ્ય સુવિધાઓમાં વધારો અને શિક્ષણનું નવીનીકરણ, આધુનિક ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારી વર્ધનમાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. એટલું જ નહીં, આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવ સાથે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્રનિર્માણની નવી ચેતનાનો અનુભવ કરી રહ્યો છે એમ જણાવી તેમણે આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને એવું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો : Republic Day: બાબા સાહેબે દેશને એક મજબૂત બંધારણ આપ્યું: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

લોકશાહીના કારણે કોઇ પણ સામાન્ય વ્યક્તિ PM પણ બની શકે છે

રાજ્યપાલએ કહ્યું કે, લોકશાહીના કારણે જ આજે સામાન્ય વ્યક્તિ પણ ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. રાજ્યના નાનકડા નગર વડનગરના નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે અને સામાન્ય આદિવાસી પરિવારના મતી દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા છે એ લોકતંત્રની તાકાત અને સુંદરતા છે. એટલે જ લોકશાહી મૂલ્યોને જાળવી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું નિર્માણ કરવા દેશવાસીઓ આગળ વધે.

લોકશાહીમાં સૌને સમાન ન્યાય,અધિકાર અને એકતા મળે છે

રાજ્યપાલએ ઉમેર્યું કે, રાષ્ટ્રનું નવનિર્માણ સૌને સમાન ન્યાય, અધિકાર, એકતા અને પરિશ્રમથી થાય છે. દેશનો પ્રત્યેક નાગરિક કર્તવ્યભાવનાનું પાલન કરે તો દેશને 'વિકસિત ભારત' બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે. આ સંદર્ભે તેમણે એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું 'વિશ્વગુરૂ'નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Padma Award 2025: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારની કરી જાહેરાત, જુઓ કોને મળ્યો એવોર્ડ

દરેક નાગરિક રાષ્ટ્ર સર્વોપરીના ભાવ સાથે આગળ વધે

આચાર્ય દેવવ્રતજીએ પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સૌ નાગરિકોને 'રાષ્ટ્ર સર્વોપરી'ના ભાવ સાથે જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનાં મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

પોલીસ બેન્ડ દ્વારા કરાયું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

આ વેળાએ પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલિ રેલાવી વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં સંગીત વૃંદે રજૂ કરેલા એ વતન.. મેરે વતન... સંદેશે આતે હૈ.. યે દેશ હૈ વીર જવાનો કા.. જેવા દેશભક્તિ ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગ્યા હતા. કાર્યક્રમ પૂર્વે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાજ્યપાલને વિશેષ સન્માન અપાયું હતું.

આ પણ વાંચો : Kutch : ધો. 10 માં અભ્યાસ કરતી સગીરાનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.

×