Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો, 7 દિવસમાં 8 લોકોની કરાઈ હત્યા

અહેવાલ - રાબિયા સાલેહ સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં આંઠ હત્યા ની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 2 ઓક્ટોબર થી 23 તારીખ સુધી માં 9 હત્યા ગુજરાતમાં નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગઈકાલે મહા...
સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો  7 દિવસમાં 8 લોકોની કરાઈ હત્યા
Advertisement

અહેવાલ - રાબિયા સાલેહ

સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં આંઠ હત્યા ની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 2 ઓક્ટોબર થી 23 તારીખ સુધી માં 9 હત્યા ગુજરાતમાં નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગઈકાલે મહા અષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ ની સાથે એક જ દિવસમાં ત્રણ હત્યા ની ઘટના બની ને સામે આવી છે.

Advertisement

અમરોલીના બંને ભાઈ ગરબા રમતા હતા ત્યારે કેટલાક શખ્સો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને ૩ શખ્સે છરીથી રહેંસી નાખતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઇ હતી અને તાત્કાલિક તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બન્નેના મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.સમગ્ર મામલે પોલીસે ૨ શખ્સની અટકાયત કરી લીધી છે. એક જ પરિવારના બે ચિરાગ ઓલવાઈ ગયા છે. કોસાડ આવાસમાં ૩ શખસે છરીના ઘા ઝીંકી રાહુલ અને પ્રવીણ નામના બે સગા ભાઈઓની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ પોતાના ગુનાહનું ભાન થતા ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. હાલ બન્ને ભાઈના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ના પી એમ ખાતે ઊમટી પડ્યાં છે.

Advertisement

ગત મોડી રાત્રે સુખલાલ પીપળે નો આખો માળો એકાએક વિખેરાઈ ગયો હતો. તેના બંને જુવાનજોધ દીકરાના એક જ સાથે મોત થતા પિતા આઘાતમાં મૂકાઈ ગયા હતા. ઘટનામાં ૨૮ વર્ષીય મોટો દીકરો રાહુલ પીપળેના પરિવારમાં પત્ની અને એક નાનો પુત્ર છે. તે પિતાની સાથે મોચી કામ કરે છે. જ્યારે ૨૩ વર્ષીય પ્રવીણ પીપળે હીરામાં નોકરી કરતો હતો. પિતા પણ સુરતમાં મોચીકામ કરે છે. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના બુલદાનાનો વતની છે અને વર્ષો થી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં રહે છે. મૃતકનો પરિવાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આશ્ચર્ય ની વાત એ છે કે આ ઘટનામાં મોટાભાઈને બચાવવા જતા નાનાભાઈની પણ હત્યા થઈ ગઈ હતી. રાહુલ પીપળે સાથે કેટલાક યુવકો ઝઘડો કરતા હતા દરમિયાન તેનો નાનો ભાઈ પ્રવીણ પણ ઝગડો પતાવવા વચ્ચે પડ્યો હતો.

મોટાભાઈ સાથે ઝઘડો કરનાર યુવકો સાથે માથાકૂટ માં નાનો ભાઈ ઊતર્યો હતો. જેને લઈ હુમલાખોરોએ છરી વડે બંને સગા ભાઈ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળે થી ફરાર થઈ ગયા.આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું. કે, મારા બન્ને દીકરા ગરબા રમતા હતા. ત્યારે ગાડીને સાઈડમાં હટાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો પતી ગયા બાદ એ લોકો ચાલ્યા ગયા હતા. પરંતુ અડધી કલાક બાદ તે લોકો પાછા આવ્યા અને અંધારામાં લઈ જઈ મારા મોટા દીકરાને પેટમાં છરી મારી દીધી હતી. આથી મારો બીજો દીકરો તેને બચાવવા ગયો હતો. પરંતુ તેને પણ પેટમાં છરી મારી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા, તેઓ ચારથી પાંચ લોકો હતા માત્ર ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતમાં મારા બે દીકરા મે ખોવી દીધા છે. નવરાત્રિ ના પર્વ દરમિયાન અમરોલી વિસ્તારમાં એકાએક હત્યા ની ઘટના બનતા પોલીસ ચોપડે નોંધાઈ છે હત્યા બાદ સમગ્ર શહેરની અંદર ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતે બે ભાઈની હત્યા થતાં આખા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. અમરોલી આવાસમાં ગરબા સ્થળે વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી પસાર થવાની જીદે ચડેલા કેટલાક યુવકો સાથે માથાકૂટ થઈ હતી. બાદમાં યુવકોએ છરી વડે હુમલો કરીને બે સગા ભાઈની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્રણ શખસની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી કોસાડ આવાસમાં આઠમના દિવસે ઉત્સાહભેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આસપાસ વાહનો મૂકી દેવામાં આવતા ખેલૈયાઓ પરેશાન થયા હતા,જેથી ગરબા રમતી વખતે કોઈ વાહનચાલક ત્યાંથી પસાર ન થાય અને અકસ્માત ન થાય તેમ જ ગરબે રમનારા ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન થાય. તે માટે બબાલ થઈ હતી. ચાલુ ગરબા રમતા સમય દરમિયાન એક યુવક બાઈક લઈને આવ્યો હતો અને યુવકે વાહન ટાવીને ત્યાંથી જવા દેવાની જીદ કરી માથાકૂટ કરી હતી, છેલ્લા સાત દિવસમાં સુરતમાં આંઠ હત્યા અને બીજી ઓક્ટોબર થી આજ દિન સુધીમાં કુલ 9 હત્યાની ઘટના બનીને સામે આવી છે.

આ પણ વાંચો - Morbi Bridge Tragedy : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×