Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stree Shakti : વિધિ પરમારે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના
stree shakti   વિધિ પરમારે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું
Advertisement

Stree Shakti : નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
*
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજનાએ સપનાંઓને આપી નવી ઉડાન, તાલીમાર્થીઓને આપવામાં આવે છે ₹25 લાખ સુધીની લોન
*
અમદાવાદની વિધિ પરમારે અમેરિકાના મિઆમી રાજ્યની ફ્લાઇટ સ્કૂલ સંસ્‍થામાંથી કમર્શિયલ પાઇલટ લાયસન્સની તાલીમ મેળવી છે
*

Advertisement

Stree Shakti  : સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ પર નવી ઉડાન ભરી છે. ગુજરાત સરકાર સપનાંની ઉડાન ભરવા માગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓની હંમેશા પડખે રહી છે અને વિવિધ યોજનાઓ હેઠળ તેમને પ્રોત્સાહન આપતી રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે- ‘અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના’. આ યોજનાની મદદથી અમદાવાદ જિલ્લાની વિધિ પરમારે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું છે.

Advertisement

Stree Shakti  :  વિધિ પરમારે પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

બાળપણથી જ ખુલ્લા આકાશમાં ઉડવાના સપનાં જોતી વિધિ હર્ષદભાઈ પરમાર આજે એક કમર્શિયલ પાઇલટ બની ગઈ છે. આ સિદ્ધિની પાછળ વિધિની મહેનત, ધૈર્ય અને પરિવારનો સપોર્ટ તો છે જ, પણ સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કમર્શિયલ પાઇલટ લાઇસન્સ/ટ્રેઇનિંગ પાઇલટની તાલીમ માટેની લોન યોજનાનો પણ મહત્વનો ફાળો છે.

અમદાવાદના વેજલપુરમાં રહેતી વિધિ પરમાર કહે છે કે, “મને બાળપણથી પાઇલટ થવાનું સપનું હતું. એ સમયે મને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના અંગે માહિતી મળી. આ યોજનામાં અરજી કર્યા બાદ વર્ષ 2023-24માં મને અમેરિકાના મિઆમી રાજ્યની ફ્લાઇટ સ્કૂલમાં કમર્શિયલ પાઇલટ લાયસન્સ (CPL)ની તાલીમ માટે ₹25 લાખની લોન મળી હતી. આ લોનની મદદથી મારું કમર્શિયલ પાઇલટ બનવાનું મારું સપનું પૂરું થઈ શક્યું છે. હાલમાં હું ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપું છું અને મહિને ₹40,000ની આવક મેળવું છું. મેં આ યોજનાની મદદથી મારું સપનું તો પૂરું કર્યું છે, પણ સાથે હું મારા પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ બની છું. આ માટે હું ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

Stree Shakti :  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના શું છે?

Advertisement

.

×