Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ : GHCAAનું ડેલિગેશન CJIને મળશે, EGMમાં હડતાળ પર નિર્ણય

ગુજરાત હાઈકોર્ટમાં હડતાળ : જસ્ટિસ ભટ્ટની બદલી સામે વકીલોનું ડેલિગેશન દિલ્હી રવાના
જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ   ghcaaનું ડેલિગેશન cjiને મળશે  egmમાં હડતાળ પર નિર્ણય
Advertisement
  • ગુજરાત હાઈકોર્ટમાં હડતાળ : જસ્ટિસ ભટ્ટની બદલી સામે વકીલોનું ડેલિગેશન દિલ્હી રવાના
  • જસ્ટિસ ભટ્ટની બદલીના વિવાદમાં GHCAAનું આંદોલન : આવતીકાલે CJI સાથે મુલાકાત, EGM બોલાવાઈ
  • ગુજરાત હાઈકોર્ટ વકીલોની હડતાળ : જસ્ટિસ ભટ્ટની બદલી રોકવા CJIને રજૂઆત
  • જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે GHCAAનો પ્રતિકાર : ડેલિગેશન CJIને મળશે, EGMમાં નિર્ણય

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ગુજરાતથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં બદલીની સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન (GHCAA)નું હડતાળ આંદોલન તીવ્ર બન્યું છે. GHCAAનું એક ડેલિગેશન આવતીકાલે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સાથે મુલાકાત કરશે, જેમાં જસ્ટિસ ભટ્ટની બદલીની ભલામણ રદ કરવાની માંગ સાથે પોતાનો પક્ષ રજૂ કરશે. આ સાથે GHCAAએ હડતાળ ચાલુ રાખવી કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે આવતીકાલે સવારે 10 વાગ્યે ઇમરજન્સી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે.

વકીલોનું ડેલિગેશન દિલ્હી રવાના

GHCAAનું ડેલિગેશન જેમાં પ્રમુખ બ્રિજેશ જે. ત્રિવેદી, સિનિયર એડવોકેટ્સ મિહિર જોશી અને અસીમ પંડ્યા તેમજ એડવોકેટ્સ હાર્દિક બ્રહ્મભટ્ટ, દીપેન દવે, બબુભાઈ મંગુકિયા અને ભાર્ગવ ભટ્ટનો સમાવેશ થાય છે. આવતીકાલે દિલ્હીમાં CJI અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સભ્યો સાથે મુલાકાત કરશે. આ ડેલિગેશન જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ રદ કરવાની માંગ કરશે, કારણ કે એડવોકેટ્સનું માનવું છે કે આ બદલી ન્યાય પ્રશાસન અને ગુજરાત હાઈકોર્ટની કામગીરી પર પ્રતિકૂળ અસર કરશે.

Advertisement

ગઈકાલે 26 ઓગસ્ટ 2025ના રોજ GHCAAએ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ બોડી મીટિંગ (EOGM) બોલાવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમની 14 હાઈકોર્ટ જજોની બદલીની ભલામણના સમાચાર સામે આવ્યા બાદ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં તાત્કાલિક અસરથી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને કારણે ગઈકાલે બપોર બાદની મોટાભાગની કોર્ટની કાર્યવાહી મોકૂફ રહી હતી. GHCAAના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું, “જસ્ટિસ ભટ્ટની બદલી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં થવાની ભલામણનો અમે વિરોધ કરીએ છીએ. આ પ્રતિકાર નોંધાવવા અમે કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.”

Advertisement

આ પણ વાંચો- મોરબીમાં પરિવારોની માથાકૂટમાં નિર્મમ હત્યા : 22 વર્ષીય યુવકને ઉતાર્યો મોતને ઘાટ

કોણ છે જસ્ટિસ સંદીપ ભટ્ટ

જસ્ટિસ સંદીપ નટવરલાલ ભટ્ટનો જન્મ 16 સપ્ટેમ્બર 1967માં રાજકોટના એક વકીલ પરિવારમાંથી થયો હતો. તેમણે 1988માં રાજકોટની કોટક સાયન્સ કોલેજમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને 1992માં લો ડિગ્રી મેળવી હતી. 1993માં ગુજરાત બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધાયા બાદ તેમણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાના પિતા એન.એસ. ભટ્ટ (બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઈસ ચેરમેન) સાથે પ્રેક્ટિસ શરૂ કરી. 1994માં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ માટે આવ્યા અને નેશનલાઈઝ્ડ બેન્કો, મ્યુનિસિપાલિટીઓ, પંચાયતો તેમજ કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવાઓ આપી હતી. 18 ઓક્ટોબર 2021ના રોજ તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા. જસ્ટિસ ભટ્ટ તેમની સ્પષ્ટવક્તા, પ્રામાણિકતા અને ન્યાયિક જવાબદારી તેમજ વહીવટી કાયદા પરના મહત્વના ચુકાદાઓ માટે જાણીતા છે. તેઓ સપ્ટેમ્બર 2029માં નિવૃત્ત થવાના છે.

બદલીનો વિવાદ અને GHCAAનો વિરોધ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 25 અને 26 ઓગસ્ટ 2025ની બેઠકોમાં 14 હાઈકોર્ટ જજોની બદલીની ભલામણ કરી, જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્ય પ્રદેશ અને જસ્ટિસ મનવેન્દ્રનાથ રોયને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં બદલીનો સમાવેશ થાય છે. આ ભલામણ હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, નાની-મોટી formalities પૂર્ણ થયા બાદ આ યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. GHCAAએ આ બદલીને “અન્યાયી અને વિક્ષેપકારક” ગણાવી છે, અને જણાવ્યું છે કે જસ્ટિસ ભટ્ટની બદલીથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી અને ન્યાય પ્રશાસન પર અસર પડશે.

એક સિનિયર એડવોકેટે જણાવ્યું, “જસ્ટિસ ભટ્ટ તેમની પ્રામાણિકતા અને નિષ્પક્ષ ચુકાદાઓ માટે જાણીતા છે. પારદર્શક કારણો વિના આવી બદલીઓ ન્યાયપાલિકા અને બારના મનોબળને નુકસાન પહોંચાડે છે.” આ ઉપરાંત, જસ્ટિસ ભટ્ટે તાજેતરમાં હાઈકોર્ટ રજિસ્ટ્રીની CCTV ઇન્સ્ટોલેશનમાં વિલંબને “લાલફીતાશાહી” ગણાવીને ટીકા કરી હતી, જેના કારણે તેમની બદલીનો નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે.

EGM અને હડતાળનું ભાવિ

GHCAAએ આવતીકાલે સવારે 10 વાગ્યે ઇમરજન્સી જનરલ મીટિંગ (EGM) બોલાવી છે, જેમાં હડતાળ ચાલુ રાખવી કે નહીં તે અંગે ચર્ચા થશે. આ મીટિંગમાં ડેલિગેશનની CJI સાથેની મુલાકાતની તૈયારી અને વ્યૂહરચના પર પણ ધ્યાન કેન્દ્રિત થશે. હડતાળને કારણે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી પર અસર પડી રહી છે. જો કોલેજિયમ બદલીનો નિર્ણય આગળ વધારશે તો આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આ પણ વાંચો- અકસ્માત સર્જિને બે મહિલાઓને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવરની ધરપકડ; અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ

Tags :
Advertisement

.

×