Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sukhdev Singh Zala : પ્રજા માટે 'દેવદૂત', ગુનેગારો માટે 'સિંઘમ' હતા નિવૃત્ત DySP સુખદેવસિંહ ઝાલા

PI થી DySP સુધીની તેમની કારકિર્દી દરમિયાન રાજકોટ, જસદણ, પોરબંદર, મોરબી, જામનગર જિલ્લામાં ગુનેગારો તેમનું નામ સાંભળીને જ ધ્રૂજી ઉઠતા હતા
sukhdev singh zala   પ્રજા માટે  દેવદૂત   ગુનેગારો માટે  સિંઘમ  હતા નિવૃત્ત dysp સુખદેવસિંહ ઝાલા
Advertisement
  1. પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પ્રેરણાસ્ત્રોત, મિસાલ અને ગૌરવરૂપ વ્યક્તિત્વ એટલે Sukhdev Singh Zala
  2. નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું 27 જુલાઈ, 2025 નાં રોજ નિધન થયું હતું
  3. જનતા માટે 'દેવદૂત' અને ગુનેગારો માટે 'સિંઘમ' હતાં સુખદેવસિંહ ઝાલા
  4. સુખદેવસિંહ ઝાલાની ખોટ ક્યારેય નહીં પુરાય, ગુજરાત પોલીસ વિભાગ અને લોકોમાં શોક

Sukhdev Singh Zala : નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલા એક એવું નામ કે જેનાથી પોલીસ કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓમાં હકારાત્મક પ્રેરણા, ઇમાનદારી, કર્તવ્યનિષ્ઠા, નિષ્ઠા સાથે ફરજની ભાવના ઉદ્ભવે છે. પ્રજા માટે 'દેવદૂત' અને ગુનેગારો માટે 'સિંઘમ' સમાન એવા પ્રમાણિક નિવૃત્ત પોલીસ અધિકારી સુખદેવસિંહ ઝાલાનું 27 જુલાઈ, 2025 નાં રોજ દુ:ખદ અવસાન થયું હતું. હૃદય રોગનો હુમલો (Heart Attack) આવતા નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું અવસાન થયું હતું. તેમના નિધનથી પોલીસ બેડા (Gujarat Police) સહિત સામાન્ય જનતામાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુખદેવસિંહ ઝાલા લોકોમાં પોલીસ અધિકારીની અમીટ છાપ ધરાવતા

બાહોશ એવા નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું (Sukhdev Singh Zala) હૃદય રોગનો હુમલો આવતા 27 જુલાઈ, 2025 નાં રોજ દેહાંત થયું હતું. તેમની અંતિમવિધિ તેમના વતન લખતરનાં ઝમર ગામે કરાઈ હતી. સુખદેવસિંહ ઝાલા લોકોમાં પોલીસ અધિકારીની અમીટ છાપ ધરાવતા હતા. જ્યારે ગુનેગારો માટે 'સિંધમ' તરીકેની ઓળખ ધરાવતા હતા. PI થી DySP સુધીની તેમની કારકિર્દી દરમિયાન રાજકોટ, જસદણ, પોરબંદર, મોરબી, જામનગર જિલ્લામાં ગુનેગારો તેમનું નામ સાંભળીને જ ધ્રૂજી ઉઠતા હતા. અહીં, તેમણે મહત્ત્વની કામગીરી કરી ગુનાખોરીનો સફાયો કર્યો હતો. ઝમર ગામનાં સુખદેવસિંહ ઝાલાએ MSc સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ વર્ષ 1975-76 ની બેંચમાં પોલીસ સબ ઈન્સપેકટર (PSI) તરીકે તેમની કારર્કિદી શરુ કરી હતી. જ્યારે વર્ષ 2011 માં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે તેઓ નિવૃત થયા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો- Ahmedaba: મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહની ગુંડાગર્દી,કાર્યકર્તાને ઢોર માર મારતા નોંધાઇ ફરિયાદ

જ્યાં પોસ્ટિંગ થાય ત્યાંથી ગુનેગારો ભાગી જતા!

સુખદેવસિંહ ઝાલા વિશે એવું કહેવાય છે કે તેમની જે શહેર કે જિલ્લામાં પોસ્ટિંગ થતી ત્યાં ગુનેગારો તે વિસ્તાર છોડીને ભાગી જતા હતા કાં તો પોતાના કારનામાઓ સંકેલી લેતા હતા. જસદણમાં ગુનેગારીનો કાળોકેર વર્તાવનારા કુખ્યાત ગુનેગારોને સુખદેવસિંહ ઝાલાએ જેલ ભેગા કર્યા હતા. ગોંડલનો નિલેશ રૈયાણી હત્યા કેસ હોય કે પછી RTI રહીત લોહિયા હત્યા કેસ હોય સુખદેવસિંહ ઝાલાએ ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી હતી. દેશનાં એક ટોચનાં ઉદ્યોગપતિને મંજૂરી ન હોવાથી એરપોર્ટ પર જ અટકાવ્યા હતા, જે કિસ્સો પણ જે તે સમયે ભારે ચર્ચામાં રહ્યો હતો. સાયલામાં પોસ્ટિંગ દરમિયાન સુખદેવસિંહ ઝાલાની ધાકથી ગુનેગારોએ સામે ચાલીને પોતાનાં હથિયારો જમા કરાવ્યા હતા. સુખદેવસિંહ ઝાલા (Sukhdev Singh Zala) ગુનેગારોને માત્ર સજા નહીં પણ તેમના જીવનને સાચી દિશામાં લઈ જવા માટેનાં પ્રયાસો પણ કરતા હતા. સુખદેવસિંહની ટ્રીટમેન્ટથી તાજીયા ગેંગનો મુખ્ય આરોપી સુધરીને હોટલ સંચાલક બની ગયો હતો.

આ પણ વાંચો- Ahemdabad: દાણીલીમડામાં પત્નીએ પોલીસ પતિની હત્યા કરીને ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

પર્યાવરણને જીવંત કરવાના સંકલ્પ સાથે હાજોર વૃક્ષોનું રોપણ-જતન કર્યું

સુખદેવસિંહ ઝાલા ગાયત્રી માતાજીના ઉપાસક હતા. DYsp પદેથી નિવૃત્ત થયા બાદ પીળા કલરનો ઝભ્ભો અને ધોતી જ પહેરતા હતા. તેઓ હરિદ્વારનાં શાંતિકુંજ આશ્રમમાં પણ જીવન પસાર કર્યું હતું. આ સાથે તેમણે સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં ઝમર ગામ ખાતે પર્યાવરણને જીવંત કરવાના સંકલ્પ સાથે તેમણે હજારથી વધુ વૃક્ષોનું રોપણ પણ કર્યું. સુખદેવસિંહ ઝાલાએ કુલ 10 હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરી જતન કર્યું હતું.

આ પણ વાંચો- Gandhinagar : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન

Tags :
Advertisement

.

×