ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, ગુજરાતમાં 10મો કેસ નોંધાયો

Surat: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) સામે વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ સામે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ સાથે ગુજરાતમાં તેની વિરુદ્ધ 10મો ગુનો નોંધાયો છે જેથી હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
11:48 AM Dec 04, 2025 IST | Sarita Dabhi
Surat: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) સામે વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ સામે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ સાથે ગુજરાતમાં તેની વિરુદ્ધ 10મો ગુનો નોંધાયો છે જેથી હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
Surat- kirti patel- Gujarat first

Surat: સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અને વિવાદો માટે જાણીતી 'ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ (Kirti Patel) સામે પોલીસની કાર્યવાહી વધુ કડક થઈ છે. હાલ પાસા એક્ટ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. આ ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો કેસ છે.

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વેપારી અલ્પેશ ડોંડા (રેતી-કપચીના વેપારી)એ કીર્તિ પર ધમકી, અપશબ્દો અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ લગાવ્યા છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

 

ધમકી અને બદનામીનો આરોપ

અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે તેમને અને તેમના પરિવારને ફોન કરીને અપશબ્દો બોલ્યા, મારામારીની ધમકી આપી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ્સ વાઇરલ કરી. આ પોસ્ટ્સમાં તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે. પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે,કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

કીર્તિ પટેલનો વિવાદિત ઇતિહાસ

કીર્તિ પટેલ જે પોતાને 'લેડી ડોન' તરીકે પણ ઓળખાવે છે તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ ધરાવે છે પરંતુ તેની વિરુદ્ધ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગંભીર આરોપો નોંધાયા છે. કીર્તિ પટેલની પ્રવૃત્તિઓમાં સોશિયલ મીડિયાનો મુખ્ય ઉપયોગ જોવા મળે છે . તે વીડિયો બનાવીને ધમકી આપે, બદનામ કરે અને પછી 'સમજૂતી'ના નામે પૈસા વસૂલે. તે વારંવાર બેલ પર છૂટી થઈને પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, જેને કારણે પાસા એક્ટ લગાવવામાં આવ્યો છે.

કીર્તિ પટેલના વધું પણ કાંડ આવી શકે છે સામે

કીર્તિ પટેલ જેવા વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. કીર્તિના ફોલોવર્સને કારણે તેની પોસ્ટ્સ ઝડપથી વાઇરલ થાય છે, જે વેપારીઓ અને સામાન્ય લોકોને નુકસાન પહોંચાડે છે. આ મામલે તપાસ ચાલુ રહેશે તો કિર્તી પટેલના વધું કાંડ સામે આવી શકે છે.

આ પણ વાંચો:  Gujarat ATS: જાસૂસી કેસમાં બે આરોપીઓ ઝડપાયા, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

Tags :
AlpeshDondaGujaratFirstkirtipatelLaskanaPoliceSocialMediaInfluencerSuratSuratpolice
Next Article