Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને તેમનો પટાવાળો રૂપિયા અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

અહેવાલ - આનંદ પટણી સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને તેમનો પટાવાળો રૂપિયા અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ડિપોઝિટ પેટે પડેલી રકમનો ચેક પરત આપવાના મામલે ચીફ એકાઉન્ટ એ અને તેના પટાવાળાએ રૂપિયા અઢી...
surat   સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને તેમનો પટાવાળો રૂપિયા અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Advertisement
અહેવાલ - આનંદ પટણી
સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને તેમનો પટાવાળો રૂપિયા અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ડિપોઝિટ પેટે પડેલી રકમનો ચેક પરત આપવાના મામલે ચીફ એકાઉન્ટ એ અને તેના પટાવાળાએ રૂપિયા અઢી લાખની લાંચ માંગી હતી.
સુરત મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક વિભાગના એક ટેન્ડરને મોટી રકમ ટેન્ડર લાગ્યું હતું, તેની સિક્યુરિટી ડિપોઝિટ પેટે મોટી રકમ શું મહાનગરપાલિકામાં જમા કરાવવામાં આવી હતી ટેન્ડરનું કામ પૂરું થયા બાદ સિક્યુરિટી પેટે જમા રકમ પરત લેવા માટે કોન્ટ્રાક્ટરે સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસારીવાલા નો સંપર્ક કર્યો હતો. પરંતુ સિક્યુરિટી ડિપોઝિટનો ચેક પરત આપતા પૂર્વે મનપાના ચીફ એકાઉન્ટન્ટ તેજસારી વાલાએ પોતાના પટાવાળા લલ્લુ પટેલ મારફત રૂપિયા અઢી લાખની લાંચ માંગી હતી.
આટલી મતદાર રકમની લાંચ માંગવામાં આવતા કોન્ટ્રાક્ટરે તુરંત સુરત એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો એ સી બી એ ઘટકો ગોઠવીને ચીફ એકાઉન્ટન્ટ તેજસારીવાલા અને પટાવાળા લલ્લુ પટેલની ધરપકડ કરી છે. એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર અને ચીફ એકાઉન્ટન્ટ તેજસારીવાલા વચ્ચે લાંચ પેટે થયેલી હેતુલક્ષી વાતચીત પણ ઓડિયો સ્વરૂપે પુરાવા તરીકે મેળવી લીધી છે. સમગ્ર મામલે હાલ તો સુરત એસીબીએ ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા અને પટાવાળા લલ્લુ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×