ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન, ઉગ્ર રજૂઆત કરી

અહેવાલ - ઉદય જાદવ લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા હતા અને હલ્લા બોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. માંગરોળ...
03:34 PM Aug 03, 2023 IST | Hardik Shah
અહેવાલ - ઉદય જાદવ લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા હતા અને હલ્લા બોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. માંગરોળ...

અહેવાલ - ઉદય જાદવ

લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા હતા અને હલ્લા બોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

માંગરોળ તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો આવેલા છે. દર મહિને 225 કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બનેલ વીજ પુરવઠાને કારણે ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા છે. DGVCL તેમજ જેટકો કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ઉદ્યોગપતિઓ અકળાઈ ગયા હતા. અને આજરોજ એકઠા થઈને જેટકો કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો આ સંતોષકારક કામગીરી જેટકો કંપની દ્વારા કે DGVCL કંપની દ્વારા કામગીરી નહીં કરવામાં આવે તો લાઈટ નહીં ભરવામાં આવે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.

રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓનો રોષ જોઈને અધિકારીઓ કચેરીમાં પણ દોડતા થઈ ગયા હતા. અને સતત ઉદ્યોગપતિઓને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા તેમજ જેટકો કંપનીના અધિકારી તેમજ DGVCL ના અધિકારી દ્વારા રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓને આગામી થોડા દિવસોમાં તમામ સમસ્યાઓનો હલ થઈ જશે તેવી બાહેધરી હાલ આપતા મામલો શાંત પડ્યો હતો.

આ પણ વાંચો - SURAT : એમેઝોન નદીમાં દેખાતી માછલી મીંઢોળા નદીમાંથી મળી આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
frequent power-cutsfurious presentationIndustrialistsirregular power supplyMangarol Industries areapower supply
Next Article