Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT: શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો,તંત્ર આવ્યું હરકતમાં

એક બાજુ સુરતમાં રોગચાળા એ માથું ઉચક્યું છે તો બીજી બાજુ એક સગ્રભામાં કોલેરાના લક્ષણ દેખાતા તંત્ર ચિંતિત થયું છે.સુરત શહેરમાં કોલેરા નો પ્રથમ કેસ સામે આવતા સિવિલ હોસ્પીટલના તબીબો સહિત સુરત મહાનગર પાલિકાનું દોડતું થયું છે.   કોલેરાનો પહેલો...
surat  શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો તંત્ર આવ્યું હરકતમાં
Advertisement

એક બાજુ સુરતમાં રોગચાળા એ માથું ઉચક્યું છે તો બીજી બાજુ એક સગ્રભામાં કોલેરાના લક્ષણ દેખાતા તંત્ર ચિંતિત થયું છે.સુરત શહેરમાં કોલેરા નો પ્રથમ કેસ સામે આવતા સિવિલ હોસ્પીટલના તબીબો સહિત સુરત મહાનગર પાલિકાનું દોડતું થયું છે.

Advertisement

કોલેરાનો પહેલો કેસ સિવિલમાં સામે આવ્યો

સુરત શહેરમાં ચાર દિવસમાં ચાર બાળકોના રોગચાળામાં મોત નોંધાયા છે અને હવે કોલેરાનો પહેલો કેસ સિવિલમાં સામે આવ્યો છે. રોગચાળો કાબૂ કરવા પાલિકાનું આરોગ્ય વિભાગ નિષ્ફળ ગયું છે. પરંતુ હવે કોલેરાના કેસ વધવાની શરૂઆત થતાં પાલિકાનું આરોગ્ય વિભાગે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ સ્થળ અને વિસ્તારમાં રોગચાળાને કાબૂમાં લેવાની કામગીરી કરી છે.સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને અચાનક ઉલ્ટી અને ઝાડા થતાં હાલત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જે બાદ તબીબો દ્વારા સગ્રભાની તપાસ કરી રિપોર્ટ કઢવવામાં આવ્યા હતા. મહિલાના રિપોર્ટમાં કોલેરા હોવાનું સ્પષ્ટ થતા તબીબો ચોકી ઉઠ્યા હતા.

Advertisement

ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો

સુરતમાં ઠેક ઠેકાણે ગંદકીના સામ્રાજ્ય જમ્યા હોય છે ખુલ્લા પ્લોટ પર મચ્છરોના બ્રિદિગ મળતા રોગચાળો વધવાની શક્યતા એ સુરત મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. છતાં પણ સુરત ખાતે રોગચાળો યથાવત જ જોવા મળી રહ્યો છે અને એમાં પણ હવે કોલેરાનો કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો આવ્યો છે.સાથે જ ઝાડા, ઉલટીના દર્દીઓથી હાલ ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના આર એમ ઓ કેતન નાયકના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તારની એક સગર્ભાના રિપોર્ટમાં કોલેરા હોવાનું સ્પષ્ટ થયું છે.પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં ચંદ્રબલી વર્મા રહે છે જે મૂળ બિહારનો વતની છે,જે હાલ પાંડેસરાની મિલમાં ઓપરેટર તરીકે કામ કરે છે. જેમના પરિવારમાં પત્ની નીતુ છે અને નીતુ હાલ ગર્ભવતી છે.વધુમાં તેમણે કહ્યું હતું કે નીતુ વર્મા ગર્ભવતી છે,લગભગ પાંચ દિવસ પહેલાં તેની તબિયત બગડી હતી.તેમને ઝાડા-ઊલટી થયા હતા અને ત્યાર બાદ તેમાં વધારો થયો હતો, જે બાદ તેમના પરિવારે તેમને પહેલા ખાનગી ક્લિનિક અને ત્યાર બાદ તબિયતમાં ફરકના પડતા તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જે બાદ ગર્ભવતી નીતુના સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. બ્લડ રિપોર્ટમાં ખબર પડી કે, મહિલાને કોલેરા છે,જે બાદ તબીબો તાત્કાલિક મહિલાની સારવાર પાછળ લાગી ગયા હતા..

અહેવાલ -રાબિયા સાલેહ સુરત

આ પણ વાંચો-AHMEDABAD શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

Tags :
Advertisement

.

×