Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર

Surat: છેલ્લા કેટલાય સમયથી મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા થકી થી હીરા ઉદ્યોગકારો...
surat  મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર
Advertisement

Surat: છેલ્લા કેટલાય સમયથી મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા થકી થી હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે.

હીરા ઉદ્યોગ મંદીને ગર્તામાં ધકેલાઈ ગયો હતો

સમગ્ર વિશ્વમાં 10 હીરા બનતા હોય છે ત્યારે તેમાંથી 9 હીરા સુરત (Surat) ખાતે બનાવવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ હીરા ઉદ્યોગ મંદીને ગર્તામાં ધકેલાઈ ગયો હતો. મંદિરની ઘડતામાં ધકેલાયેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી. જોકે છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રફ હીરાની ડિમાન્ડ ત્યારે જ વધે જ્યારે તૈયાર થયેલા હીરાનું બજારમાં વેચાણ થાય છે.

Advertisement

રફ ડાયમંડની ડિમાન્ડમાં સતત વધારો

વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની ડી બિયર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ભારત અને અમેરિકામાં છેલ્લા થોડા સમયથી રફ ડાયમંડની ડિમાન્ડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રફની ડિમાન્ડ નીકળવા પહેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા માટે કંપની દ્વારા રફ હીરાની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. જો રફ ની કિંમત ઓછી હોય તો તૈયાર થયેલા હીરાની કિંમતમાં પણ ઘટાડો થાય અને આ મંદિમાં ફસાયેલા હીરા ઉદ્યોગને વેગ મળે તે હેતુથી કંપની દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા.

Advertisement

પોલિશડ ડાયમંડના એક્સપોર્ટમાં છેલ્લા 3 મહિનામાં વધારો

સુરતમાં (Surat) રફ ડાયમંડના ઈમ્પોર્ટમાં વધારો થતાની સાથે જ કટ અને પોલિશડ ડાયમંડના એક્સપોર્ટમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં દિવાળી બાદ નાના નાના વેપારીઓએ પોતાના કારખાના શરૂ નહોતા કર્યા કારણ કે હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ હતું અને નાનાં ઉદ્યોગકારો પાસે કામ ન હોવાથી કારખાનાઓ ખુલ્યા નહોતા. પરંતુ હવે જે પ્રકારે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર નીકળી રહ્યો છે. તેને જોતા એવું લાગી રહ્યું છે કે નાના વેપારીઓને પણ હવે ફાયદો થઈ શકે છે.

અહેવાલ - આનંદ પટણી, સુરત

આ પણ વાંચો - Rajkot : PGVCL કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, મુખ્ય ગેટ બંધ, અધિકારો અન્ય ગેટથી જવા મજબૂર

Tags :
Advertisement

.

×