Surat : જરૂરિયાતમંદ સુધી જરૂરી વસ્તુઓ પહોંચે તે માટે મનપાનું અભિયાન
સુરત મહાનગર પાલિકા દ્વારા એક પછી એક અભિયાન શરૂ કરવામાં સફળતા મળી છે ત્યારે સુરત પાલિકા એ વધુ એ અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મેરી લાઇફ મેરા સ્વછત શહેર અભિયાન અર્તાગત બિન જરૂરિયાત ચીજવસ્તુ ઓને ફરીથી રી યુજ થાય અને પર્યાવરણ બચાવો તેવા હેતુથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
- આ અભિયાન અંતર્ગત સુરતના અલગ અલગ 30 જેટલા વિસ્તારના પાલિકાના સેન્ટરો પાંચ અલગ અલગ ડબ્બા મુકવામાં આવ્યા છે જેમાં લોકોના ઘરે રહેલ બિન જરૂરી વસ્તુ નાખવા માટેની અપીલ કરાઇ છે આ એકથી થયેલ તમાં વસ્તુનું રી યુઝ માટે જરૂરિયાત માંડ લોકોને આપવામાં આવશે.
લાઇફ મેરા સ્વચ્છ શહેર અભિયાન
સુરત મહાનગરપાલિકાએ વધુ એક અભિયાન શરૂ કર્યું છે મેરી લાઇફ મેરા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ જગ્યા ઉપર પાંચ જેટલા પ્લાસ્ટિક બેરલ મુક્યા છે અને આ બેરલ લોકોને બિનજરૂરી વસ્તુ હોય ક્યાં કચરામાં નાખી જતા હોય છે કે તેની જગ્યા પર મહાનગરપાલિકાના અભિયાનમાં જોડાઈને વપરાયેલા કપડાંઓએ પુસ્તકો હોય પ્લાસ્ટિકની વસ્તુ હોય કે પછી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય આ વસ્તુ આપી ગયા બાદ આ વસ્તુને યોગ્ય રીતે તેની સારવાર કર્યા બાદ જરૂરિયાત મંદને પહોંચી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
અભિયાનને સફળ બનાવવા મનપા ટીમ કામે લાગી
જોકે પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે સમાજ માટે એક પ્રદૂષણ છે ત્યારે આવી વસ્તુઓને અન્ય કોઈને ન આપી તેનો નિકાલ કરી શકાય એટલે કે બે ઉદ્દેશ્યથી મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા અભિયાન આગામી 15 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે અને જે સફળતા મળે તો અભિયાન આખું વર્ષ ચલાવવામાં આવશે લોકો બિનજરૂરી વસ્તુ અન્ય કોઈને કામ લાગે તે માટે ખાસ આ અભિયાન માટેનું એક પરિપત્ર પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારે આ અભિયાનને સફળ કરવા મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે.
ઉત્સાહથી લોકો જોડાય છે
મહાનગરપાલિકાના અભ્યાસમાં લોકો જોશથી જોડાઈ રહ્યા છે અને જે પ્રકારે બિનજરૂરી વસ્તુ લોકો અહીંયા આપે છે. પોતાના પરિવારમાં ભણતા બાળકોના અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમના ચોપડા પસ્તીમાં જતા હોય છે તેની જગ્યા પર અહીં આપશે તો આ ચોપડા અન્ય કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને કામ લાગશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે અને આ સ્થાનિકોએ મહાનગરપાલિકાના અભિયાનમાં જોડાયા છે સાથે જ તેઓ પણ લોકોને આમાં જોડાવાની અપીલ કરે છે.
મનપા દ્વારા વધુ એક અભિયાન
ભૂતકાળમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા હતા આ અભિયાનમાં મળેલી સફળતાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ એક આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનમાં પણ લોકોનો સાથ સહકાર મળશે એવી સુરત મહાનગરપાલિકાને આશા છે.
અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત
આ પણ વાંચો : SURAT : મનપા કચેરીની નજીક રહેતા કર્મચારીઓ સાયકલમાં ઓફિસે આવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



