Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને વધુ મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરાઇ

ભૂતકાળમાં સુરત શહેરમાં લાગેલી મોટી આગોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની વધુ મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત શહેર ખાતે નવા પાંચ ફાયર સ્ટેશન બનાવવાની સાથે વિવિધ અતિ આધુનિક સાધનો પણ ફાયર વિભાગમાં ઉમેરવામાં...
સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને વધુ મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરાઇ
Advertisement

ભૂતકાળમાં સુરત શહેરમાં લાગેલી મોટી આગોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની વધુ મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત શહેર ખાતે નવા પાંચ ફાયર સ્ટેશન બનાવવાની સાથે વિવિધ અતિ આધુનિક સાધનો પણ ફાયર વિભાગમાં ઉમેરવામાં આવશે.

પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવાની પ્રપોઝલ મૂકવામાં આવી

ભૂતકાળમાં શહેરની અંદર તક્ષશિલા અગ્નિકાંડ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી મોટી આગને ધ્યાને લઈને સુરતની મહાનગરપાલિકા દ્વારા  ફાયર વિભાગને વધુ મજબૂત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને મજબૂત બનાવવા માટે વધુ પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. આ નવા પાંચ ફાયર સ્ટેશન આ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

Advertisement

Advertisement

સુરત મહાનગરપાલિકા દ્વારા 12 જેટલા વોટર ટેંકર 5 વોટર બ્રાઉઝર અને ત્રણ ડીવોટરીંગ પંપ ખરીદી કરવામાં આવશે

નવા ફાયર સ્ટેશન બંધ તારી સાથે જ નવા વાયરના સાધનોની પણ જરૂરિયાત ઊભી થશે. જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને 12 જેટલા વોટર ટેંકર 5 વોટર બ્રાઉઝર અને ત્રણ ડીવોટરીંગ પંપ ખરીદી કરવામાં આવશે. 12 જેટલા વોટર ટેન્કર થકી થી ગીચ વિસ્તારમાં જો કોઈ જગ્યા પર આગ લાગી હોય તો ફાયર વિભાગે ફાયર બ્રિગેડને પાણી લેવા માટે અન્યત્ર ન મોકલીને વોટર ટેન્કરનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત જે 5 વોટર બ્રાઉઝર ખરીદવામાં આવી રહ્યા છે તેની વોટર કેપેસિટી વધુ હોવાથી મોટી આગના સમયે આ સૌથી વધુ ઉપયોગી નીકળશે. સુરત શહેરમાં છાસવારે આવતા ખાડીપુરમાં વોટર લોગીન થતું હોય ત્યારે પાણી કાઢવા માટે આ ત્રણ ડી-વોટરીંગ પંપ ખૂબ ઉપયોગી સાબિત થશે.

સુરત ફાયર વિભાગ દ્વારા ત્રણ જેટલા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિદેશમાં ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ થતી હતી ઉંચી બિલ્ડીંગોમાં જ્યારે આગ લાગે ત્યારે વધુ ઊંચાઈ સુધી પહોંચીને આગને ઓલવવામાં તથા કોઈક વ્યક્તિ ફસાયું હોય તો તેને રેસ્ક્યુ કરવાની સવલત ઊભી થશે. ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ માં એક પ્લેટફોર્મ 90 મીટર બીજુ 70 મીટર અને ત્રીજું 55 મીટર ઊંચું હશે. આગની ઘટનામાં ઇમારતની ઊંચાઈ મુજબ જે તે હાઇડ્રોલિક પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવવામાં મદદ મળશે.

અત્યાર સુધી જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ 81 મીટરનું રાજકોટ પાસે છે. સુરત પાલીકા દ્વારા હવે 90 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું છે. આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગુજરાતનું સૌથી ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ હશે. સુરત ફાયર વિભાગ નિત નવા સાધનો સાથે સુસજ્જ થઈ રહ્યું છે.

અહેવાલ - આનંદ પટણી 

આ પણ વાંચો -- મહેસાણાના તરભ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Tags :
Advertisement

.

×