Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : નજીવી બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ, યુવકની ચપ્પુના ઘા ઝીકી કરાઇ હત્યા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીથાણ ગામે લગ્ન પ્રસંગ નીમીતે ડીજેના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં નાચતી વેળાએ પગ અડી જવા બાબતે બોલાચાલી થયા બાદ સુરતના એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ...
સુરત   નજીવી બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ  યુવકની ચપ્પુના ઘા ઝીકી કરાઇ હત્યા
Advertisement

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીથાણ ગામે લગ્ન પ્રસંગ નીમીતે ડીજેના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં નાચતી વેળાએ પગ અડી જવા બાબતે બોલાચાલી થયા બાદ સુરતના એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીથાણ ગામે નવા હળપતિ વાસમાં સાગર પ્રવીણ ભાઈ રાઠોડનો લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં ડીજે પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જ્યાં સુરતના સિંગણપોર ખાતે રહેતા કલ્પેશભાઈ કંચનભાઈ રાઠોડ [ઉ.વ.21] તેના મિત્ર યશ, કૌશિક , લાલુભાઈ તથા અંકિતભાઈ તથા સંજયભાઈ સાથે ગયા હતા.

Advertisement

તે દરમિયાન ડીજે પ્રોગ્રામમાં નાચતી વેળાએ કલ્પેશનો પગ અજયભાઈ રમેશભાઈ રાઠોડને વાગી ગયો હતો જેને લઈને બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને ગણેશભાઈ દીપકભાઈ રાઠોડ નામના ઇસમેં કલ્પેશને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનામાં કલ્પેશનું મોત નીપજ્યું હતું.

Advertisement

આ સમગ્ર બનાવને લઈને ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં અજયભાઈ રમેશભાઈ રાઠોડ [રહે,પુણાગામ સુરત] અને ગણેશભાઈ દીપકભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : ઉદય જાદવ

આ પણ વાંચો : ‘માતાજી રૂપિયાનો ઢગલો કરી દેશે’, તાંત્રિકવિધીના નામે લાખોની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×