Surat: રામી ગ્રુપ ITની રડારમાં, સુરત અને ભુજ સહિત 10 શહેરોમાં દરોડા
- સુરત અને ભુજમાં IT વિભાગે દરોડા પાડ્યા
- રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38થી વધુ સ્થળે તપાસ
- નાણાકીય લેવડદેવડ સહિત હિસાબોની ચકાસણી
- મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગની કાર્યવાહી
Surat: ગુજરાતમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરતમાં આવેલા રામી ગ્રુપ પર ઈન્કમટેક્સ (IT) વિભાગે દરોડા પાડ્યા છે. ટેક્સ ચોરીની આશંકાએ રામી ગ્રુપમાં નાણાકીય લેવડદેવડ સહિત હિસાબી દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની અધિકારીઓએ શોધખોળ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે અધિકારી ચાર ગાડી લઈને સ્થળ પર પહોંચ્યા હતા.
સુરત-ભુજમાં ITના દરોડા
રામી ગ્રુપ ઓફ હોટેલ્સના વિવિધ 38 સ્થળો પર આવકવેરા (IT) વિભાગે તવાઈ બોલાવી છે. જેમાં સુરત અને ભુજનો પણ સમાવેશ થાય છે. મુંબઈની ઈન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ભુજમાં રામી ધ શ્રી નિવાસ પેલેસમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. દેશમાં 10 શહેરોમાં 38 સ્થળો પર આવક વેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું છે.
રામી ગ્રુપનો વ્યાપ
મુંબઈ, સુરત અને ગલ્ફ સહિત અન્ય દેશોમાં રામી ગ્રુપની હોટલ્સ અને રેસ્ટોરંટ આવેલી છે. દેશ અને વિદેશમાં મળીને રામી ગ્રુપ ફોર અને ફાઈવ સ્ટારની 50થી વધુ હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે. વૈભવી હોટેલ્સમાં કરચોરીની આશંકાએ ઈન્કમટેક્સ (IT) વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો..Surat : કોંગ્રેસ નેતાનો મોટો ધમાકો! 538 બુટલેગરોની નામ-સરનામા સાથેની યાદી જાહેર કરી


