SURAT : કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કરાયું
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત
સુરત જિલ્લા કલેકટર ખાતે આયોજિત વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી રાજયમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્વચ્છતા અભિયાનના સુરત જિલ્લાના નોડલ અધિકારીઓને માર્ગદર્શન અપાયું જેમાં સ્વચ્છતા અભિયાનના અંગે તેમને માહિતી આપવામાં આવી સાથે જ લોકો પણ આ અભિયાન માં જોડાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
'સ્વછતા એ જ સેવા' અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ મોના ખંધાર અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. હાલ સમગ્ર રાજયમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને લઈ વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી 'સ્વછતા હી સેવા' અભિયાન હેઠળ જિલ્લા કલેકટર સહિતના નિયુક્ત નોડલ અધિકારીઓ સાથે ( DRDA) ડી.આર.ડી.એ.ના અધિકારીઓ પણ આ કોન્ફન્સમાં જોડાયા હતા.
સમગ્ર રાજ્યમાં બે માસ દરમિયાન ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં પણ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન વેગવંતુ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.જે માટે કેટલીક જરૂરી સુચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. ગ્રામ્ય તથા શહેરીકક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત થાય તે માટે આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાવવા આયોજન કરાયું છે.
આ વીડિયો કોન્ફરન્સમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર, વાય.બી. ઝાલા, અભિયાનના નોડલ અધિકારીઓમાં પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિારીઓ ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ ને સફળ બનાવી હતી.
આ પણ વાંચો -- SURAT : સીગરેટ જેવી નજીવી બાબતમાં યુવકે ચપ્પુ ઝીંકી પોતાના જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે



