ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદીમાં લગાવી મોતની છલાંગ, પરિવારમાં શોકનો માહોલ

સુરતનાં કામરેજમાં તાપી નદીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
12:16 AM Apr 19, 2025 IST | Vishal Khamar
સુરતનાં કામરેજમાં તાપી નદીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
Surat news gujarat first

સુરતનાં કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાંથી એક મહિલા એક પુરૂષ અને એક સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે તપાસ કરતા ત્રણેય મૃતકો માતા, પિતા અને પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતને પગલે સગા સબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

Surat news gujarat first

સુરતનાં કામરેજનાં ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાંથી એક મહિલા, પુરૂષ તેમજ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક જ પરિવારનાં ત્રણ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્રણેયએ ગળતેશ્વર મંદિર પાસે તાપી નદીનાં બ્રિજ ઉપરથી છલાંગ લગાવી હતી. મૃતકો મૂળ સૌરાષ્ટ્રનાં હતા અને સુરતનાં ચોક બજારમાં રહેતા હતા. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

મૃતકોનાં નામ

વિપુલભાઇ રવજીભાઇ પ્રજાપતિ (પિતા)
સરિતાબેન વિપુલભાઇ પ્રજાપતિ (માતા)
વ્રજ વિપુલભાઇ પ્રજાપતિ (પુત્ર)

પોલીસે શું કહ્યું

આ બાબતે કામરેજ પોલીસ મથકનાં પીઆઈએ જણાવ્યું હતું કે, વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ મૂળ સૌરાષ્ટ્રનાં રહેવાસી હતા. અને હાલ તેઓ સુરતનાં ચોક બજાર વિસ્તારમાં રહે છે. શેર બજારમાં કરેલ રોકાણમાં ખોટ જતા તેઓ આર્થિક સંકડામણમાં હતા. જેને લઈ આ પગલુ ભરવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar: ક્રેડાઈ ઈન્ડિયાના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ, શેખર પટેલ ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા

મૃતકના ભાઈએ શું કહ્ય્ં

આ બાબતે મૃતકનાં ભાઈ ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તાપી નદીમાંથી મારા ભાઈ, ભાભી તેમજ મારા ભત્રીજાનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ તપાસ કરતા તેઓના ચપ્પલ તેમજ બાઈક પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ Kutch: અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી

Tags :
Economic CrisisGujarat FirstGUJARAT FIRST NEWSSurat newsSurat PoliceSurat SuicideTapi river
Next Article