Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT: કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ

SURAT: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી...
surat  કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ
Advertisement

SURAT: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી

સુરત (SURAT) ના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમીએ તેની પ્રેમિકાને કેરોસીન છાંટી ગત રાત્રીના સમયે સળગાવી દીધી છે. પ્રેમિકાનો પતિ છે, પ્રેમી પણ છે અને અન્ય એક સાથે પ્રેમ સંબંધ છે. આટલા સંબંધો હોવાને કારણે એક સંબંધમાં કરું અંજામ આવ્યો છે.

Advertisement

બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો

ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાનના બંસ્વડા વિસ્તારનાં અને હાલ સુરતમાં છૂટક મજૂરી કામ કરી શંભુ આડા પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ સમયમાં તેને રાધા નામની એક મહિલા સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો. પરંતુ કહેવાય છે ને કે સંબંધોમાં જ્યારે પણ વહેમ વચ્ચે આવે ત્યારે તે સંબંધ તૂટી જતો હોય છે. આવું જ કઈક આ ઘટનામાં બન્યું છે.

Advertisement

પ્રેમિકા રાધા કે જેની સાથે લિવ-ઈનમાં રહેતો

સુરત (SURAT) ના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે આવેલા એક કોમ્પલેક્ષ પાસે તેઓ રહેતા હતા, ત્યારે શંભુને એવું લાગ્યું કે તેની પ્રેમિકા રાધા કે જેની સાથે તે લિવ-ઈનમાં રહેતો હતો. તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. આવો વહેમ શંભુને થઈ જતા શંભુએ પ્રેમિકાની કાસળ કાઢવાનું નક્કી કરી લીધુ હતું. પરંતુ ઘટનાને કેમ અને કેવી રીતે અંજામ આપવો તે અંગે વિચારી રહ્યો હતો.

પોલીસ તપાસ કરતા આ હત્યાની હોવાનું સામે આવ્યું

ગઈકાલે રાત્રિના સમયે આશરે 2.00 વાગ્યા આસપાસ શંભુને આ મોકો મળી ગયો તેણે પોતાની પ્રેમિકાને સળગવવાનો પ્લાન કર્યો હતો. છેલ્લા 8 વર્ષથી તે રાધા સાથે પ્રેમમાં હતો. તેથી તેને તે કરુણ મોત આપવા ઈચ્છતો હતો. તેણે કરેલા પ્લાન પ્રેમને રાત્રિના સમયે ક્યાંકથી કેરોસીન લાવીને રાધા જ્યારે સૂતી હતી, ત્યારે તેની ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી. રાધા જ્યારે સળગાવી ત્યારે પ્રથમ તો આ ઘટના આગની લાગી હતી. પરંતુ ત્યારબાદ પોલીસ તપાસ કરતા આ હત્યાની હોવાનું સામે આવ્યું હતું.

સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળેથી રાધાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે, સારવાર દરમિયાન રાધાનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ - આનંદ પટણી, સુરત

આ પણ વાંચો - EXAM: ધોરણ 12 સાયન્સ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ….

Tags :
Advertisement

.

×