Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી

અહેવાલ : ઉદય જાદવ સુરતના ઓલપાડમાં મોડી રાતે બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલીક અફવા ફેલાવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ વણસે તે...
સુરત   ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા  પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી
Advertisement

અહેવાલ : ઉદય જાદવ

સુરતના ઓલપાડમાં મોડી રાતે બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલીક અફવા ફેલાવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ વણસે તે પહેલા જ કાબુ મેળવ્યો હતો તેમજ આખી રાત કોમ્બિંગ સહીત પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

સુરતના ઓલપાડમાં જૂથ અથડામણને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીને ભગાડી જવાનો મામલો બિચક્યો હતો. ગત રાત્રિએ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા તેમજ મારામારીના બનાવો બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો ઓલપાડ ટાઉનમાં ખડકી દેવામાં આવ્યો હતો.

મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા કોમ્બિંગ કરી પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો હાથધરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવને લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસરે માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે, હાલ ઓલપાડ ટાઉનની પરિસ્થિતિ કાબુમાં છે. નજીવી અફવાને લઈ વાતાવરણ ખરાબ થયું હતું. કેટલાક અસામાજિક તત્વો દ્વારા અફવા ફેલાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે પોલીસ દ્વારા કોમ્બિંગ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકોને રાઉન્ડઅપ કરવાની કામગીરી પણ ચલાવવામાં આવી હતી.

વધુમાં લોકોને ખોટી અફવાથી દુર રહેવા પોલીસે અપીલ કરી અને જો ખોટી અફવાથી દોહરાઈ વાતાવરણ ખરાબ કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે સાથે જ કોઈ પણ વ્યક્તિ આવી બાબતોમાં સામેલ થશે કે કોઈને છોડવામાં નહી આવે તેવી ચેતવણી જિલ્લા પોલીસ વડાએ આપી હતી.

આ પણ વાંચો : 7 વર્ષના બાળકે ઉકેલ્યા ગણિતના સરવાળા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.

×