Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મહિલાઓ સ્મશાનમાં આવી પોતાના સ્વજનોને કરે છે યાદ, જાણો શું છે કારણ

Surat : આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે જે પરંપરા ખરેખર અનોખી છે. ઉમરા ગામે આવેલા સ્મશાનમાં લોકો પોષ બાદ એકાદશીને દિવસે આવે અને પોતાના સ્વજનોને યાદ કરી તેમને જે વસ્તુ ભાવે છે તે વસ્તુ...
surat   મહિલાઓ સ્મશાનમાં આવી પોતાના સ્વજનોને કરે છે યાદ  જાણો શું છે કારણ
Advertisement

Surat : આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે જે પરંપરા ખરેખર અનોખી છે. ઉમરા ગામે આવેલા સ્મશાનમાં લોકો પોષ બાદ એકાદશીને દિવસે આવે અને પોતાના સ્વજનોને યાદ કરી તેમને જે વસ્તુ ભાવે છે તે વસ્તુ ચઢાવે છે. તો આવો જોઈએ કે લોકો પોતાના સ્વજનોને શું ચઢાવે છે અમારા આ અહેવાલમાં.

Surat Ladies Tradition Gujarat First

Advertisement

સુરતના ઉમરા વિસ્તારનું રામનાથ ઘેલા સ્મશાનમાં આજે મોટી સંખ્યામાં લોકો દેખાયા. આમ તો તમે ક્યારેય મહિલાઓને સ્મશાનમાં ઓછી જોઈ હશે પરંતુ આજના દિવસે અનેક મહિલાઓ સ્મશાને આવે છે. અને આ મહિલાઓ અહી આવી પોતાના સ્વજનોને યાદ કરે છે. આ સ્મશાનમાં એક એવી પરંપરા છે જે પરંપરા વર્ષો પુરાની ચાલતી આવી છે. આ સ્મશાનમાં પોસ્ટ વદ અગિયારસને દિવસે લોકો આવે છે અને પોતાના સ્વજનનો જે ચિતા પર અગ્નિદાહ આપ્યો હોય છે તે ચિતાની પૂજા કરે છે અને તેમને મન ભાવતી વસ્તુ ધરાવે છે. આજના દિવસે સ્મશાનમાં ધાર્મિક પરંપરા પ્રમાણે ચિતાની ફૂલહાર થી પૂજન કર્યા બાદ ત્યાં સ્વજનોની યાદમાં દીવો અને અગરબત્તી પણ કરવામાં આવે છે દીવો અગરબત્તી થયા બાદ સ્મશાનમાં સ્વજનોની આત્માની શાંતિ માટે આવેલા પરિવારજનો તેમના માટે લાવેલી વસ્તુઓ તેમને ધરાવે છે આ વસ્તુઓમાં ફરસાણ જેવું કે ખમણ સમોસા ચવાણું પાપડી જેવી વસ્તુઓ ધરાવામાં આવે છે પોતાના ઘરની અંદર ચાલતી ખોરાક પદ્ધતિને ધ્યાન રાખીને જે તે વસ્તુ પોતાના સ્વજનને ચઢાવવામાં આવે છે.

Advertisement

Surat: Women come to the crematorium to remember their relatives

આ સ્મશાનમાં પોતાના સ્વજનોને જો કોઈ વ્યસનની લત હોય તો તેમને તે વ્યસન પણ ભોગ તરીકે ધરવામાં આવે છે જેમ કે કોઈ સ્વજનને તમાકુની વ્યસન હોય તો તમાકુ ધરાવવામાં આવે છે જો કોઈને ગુટકા નું વ્યસન હોય તો ગુટકા ધરાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને દેશી દારૂ અથવા વિદેશી દારૂનું વ્યસન હોય તો તેમના માટે દેશી અને વિદેશી દારૂ પણ ત્યાં લાવીને તેમને અર્પણ કરવામાં આવે છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ધાર્મિક પરંપરા હોવાને કારણે સ્મશાનમાં દારૂનો ભોગ લગાવવાનું પણ માન્ય રાખવામાં આવે છે. ઉમરા ગામે આવેલા રામનાથ ઘેલા સ્મશાનમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આજના નવયુવાનો પણ આ પરંપરા ને જાળવી રાખે છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા ને કારણે આજે આ બાલ વૃદ્ધ સૌ ઉમરાસ સ્મશાને આવે છે અને પોતાના પરિજનોની આત્માને શાંતિ માટે તેમને ચીજ વસ્તુઓ અર્પણ કરે છે આ ઉપરાંત તેમની યાદમાં કેટલાક લોકો આંસુ પણ સારે છે.

અહેવાલ - આનંદ પટણી

આ પણ વાંચો - Surat : સુરતમાં નગર પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષની હાકલપટ્ટી

આ પણ વાંચો - Harani Lake : ‘હરણી લેક’ દુર્ઘટનામાં આરોપી નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×