Surat: KTM બાઇક અકસ્માતમાં બ્લોગરનું પ્રાણપંખેરું ઉડી ગયું, કેવી રીતે થયો અકસ્માત?
- Surat માં બાઇક ચાલકનું અકસ્માતમાં મોત
- યુનિ.થી ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતી વખતે થયો અકસ્માત
- સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં અકસ્માત થયાનું અનુમાન
- અકસ્માતમાં બાઇક ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું
- બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું સામે આવ્યું
- ખટોદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો
- બાઇક ચાલક Prince Patel બ્લોગર હોવાનું પણ સામે આવ્યું
- ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
Surat Bike Accident: સુરત શહેરના ઉધના-મગદલ્લા રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં એક યુવાન બાઇક ચાલકનું કરૂણ અને ગંભીર મૃત્યુ થયું હતું. મૃતક યુવક સોશિયલ મીડિયા પર 'PKR BLOGGER' નામે જાણીતો હતો. આ અકસ્માત યુનિવર્સિટી રોડથી ગ્રેટ લાઈનર બ્રિજ પરથી ઉતરતી વખતે થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકનું નામ પ્રિન્સ પટેલ(Prince Patel ) 18 વર્ષિય પ્રિન્સ પોતાના KTM બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બ્રિજ ઉતરતી વખતે તેણે અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાઇક ઓવર સ્પીડમાં હોવાના કારણે તે રોડ પર પટકાયો હતો. આ અકસ્માતની ભયાનકતા એટલી ગંભીર હતી કે યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.
બેદરકારીભર્યું ડ્રાઇવિંગ હોવાનું અનુમાન
આ ગંભીર અકસ્માત પાછળનું મુખ્ય કારણ બાઇકની સ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક યુવકે અકસ્માત સમયે હેલ્મેટ (Helmet) પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત, તો કદાચ ગંભીર જાનહાનિ અટકાવી શકાઈ હોત. આ ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં બાઇક રાઇડિંગ દરમિયાન સુરક્ષાના નિયમોની અવગણના અને બેફામ ગતિના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોર્યું છે.
Ahmedabad | દીકરાને ગુમાવનાર પરિવારનું દુઃખ જોઈને પથ્થર દિલ પણ રડી પડે ! | Gujarat First
Ahmedabad ના SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન
અજાણ્યા વાહનચાલકે બાઇક ચાલક યુવકને ટક્કર મારતાં મોત
સુરતના ઉધના-મગદલ્લા વિસ્તારમાં બાઇક ચાલકનું અકસ્માતમાં મોત
યુનિ.થી ગ્રેટ લાઇનર બ્રિજ… pic.twitter.com/mXuIoIEIRV— Gujarat First (@GujaratFirst) December 1, 2025
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત કેવી રીતે થયો તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રિન્સ પટેલના મૃત્યુના સમાચાર મળતાં જ તેના પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતક યુવક સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો અને 'PKR BLOGGER' નામે જાણીતો હતો. તેના વ્લોગ્સમાં ઘણીવાર તે બાઇક સ્ટન્ટ અને સ્પીડ રાઇડિંગના વીડિયો બનાવતો હતો, જેના કારણે તેના અનેક ફોલોઅર્સ હતા. આ ઘટનાએ વ્લોગિંગના નામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરનારા યુવાનો માટે એક લાલબત્તી સમાન ચેતવણી ઊભી કરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
ખટોદરા પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં અકસ્માત માટે જવાબદાર અન્ય કોઈ પરિબળ હતું કે કેમ, તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસે વાહનચાલકોને ગતિ મર્યાદા જાળવવાની અને હેલ્મેટ સહિતના સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
અમદાવાદમાં પણ એક બાઈક ચાલકનું મોત(Ahmedabad Accident)
સુરત જેવી જ ઘટના અમદાવાદમાં પણ બની છે. SG હાઇવે છારોડી નજીક આ ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં મોત થયુ છે. તેમજ ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તથાા ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતના VNSGU માં Chat GPTના આધારે કોપી કરતાં વિદ્યાર્થિની ઝડપાઈ
આ પણ વાંચોઃ Jamnagar : જામનગરના જૂના વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ


