સુરતમાં કાપડના વેપારી સાથે 82.40 લાખની છેતરપીંડી
સલાબતપૂરા પોલીસના ચોપડે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈદેશભરમાં વેપાર ફેલાયેલો હોવાનું કહી વેપારીને વિશ્વાસમાં લઇ ચૂનો ચોપડાયો 42 પેઢીઓના નામે કાપડનો માલ ખરીદાયોબાદમાં પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરી 82.40 લાખનો ચુનો ચોપડ્યો. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરીસુરતના કાપડ માર્કેટમાં ઉઠમણાંની ઘટના સતત વધી રહી છે સુરતમાં 165 માર્કેટમાં 70 હજાર
Advertisement
- સલાબતપૂરા પોલીસના ચોપડે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ
- દેશભરમાં વેપાર ફેલાયેલો હોવાનું કહી વેપારીને વિશ્વાસમાં લઇ ચૂનો ચોપડાયો
- 42 પેઢીઓના નામે કાપડનો માલ ખરીદાયો
- બાદમાં પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરી 82.40 લાખનો ચુનો ચોપડ્યો.
- સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
- સુરતના કાપડ માર્કેટમાં ઉઠમણાંની ઘટના સતત વધી રહી છે
- સુરતમાં 165 માર્કેટમાં 70 હજાર થી વધુ દુકાનો આવી છે.
સુરત (Surat)ના રિંગરોડ પર રતન સિનેમા પાસે રોયલ ટ્રેડિંગ ટાવરમાં દુકાન ધરાવતા અગ્રવાલ વેપારીને ઠગબાજ શખ્સો ભેટી જતાં મામલો સલાબત પૂરા પોલીસ મથકના ચોપડે નોંધાયો હતો. કાપડ વેપારીના જણાવ્યા પ્રમાણે સુરતના વેપારીને વિશ્વાસમાં લઈ કાપડની દલાલી કરતા શખ્સ દ્વારા અલગ અલગ ચાર એજન્સી ઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોએ કાપડ વેપારીને વિશ્વાસ માં લીધો હતો,ત્યાર બાદ તમામ એ ભેગા મળી વેપારી પાસેથી અલગ અલગ ૪૨ પેઢીઓના નામે કાપડનો માલ ખરીદી કર્યો હતો. જોકે બાદમાં પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરી સમય પસાર કરી હાથ ખંખેરી લેતા વેપારીને છેતરાયા હોવાનું ભાન થયું હતું, જેથી ભોગ બનનાર વેપારીએ સલાબાત પૂરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
શરુઆતમાં વેપારીને વિશ્વાસમાં લીધો
કાપડ વેપારી એ નોંધાવેલી ફરિયાદ ના આધારે વેપારી અંકીત રાજીવ અગ્રવાલ રિંગરોડ પર આવેલી રોયલ ટ્રેડિંગ ટાવરમાં કાપડની દુકાન ધરાવે છે.વર્ષ ૨૦૧૯માં અંકિત રિંગરોડ પર ગોલ્ડન પોઇન્ટ ખાતે ઓફિસ ધરાવતા ઠગબાજ રાજેશ ખેમકાના સંપર્કમાં આવ્યા હતા.રાજેશે અંકીતને વિશ્વાસમાં લઈ તેને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં કાપડનો સારો વેપાર મોટો નફો થવાની આશા જગાડી હતી, બાદમાં વર્ષ ઠગબાજે ૨૦૧૯માં રાજેશ મારફતે છોટુસિંધ જેઓ શ્રી હરી ટેક્ષટાઇલ એજન્સી,અને જીતુસિંઘ જેઓ પી.ટી.એજન્સી સાથે જ વાલરામ ચૌધરી મહાલક્ષ્મી એજન્સી આમ ઉગમસિંઘ નો સંપર્ક કરાવ્યો હતો.આ તમામ લોકોએ ગુજરાત સિવાય બહારના અન્ય રાજ્યોમાં સારી શાખના કારણે મોટો વેપાર કરવાની લાલચ સુરતના કાપડ વેપારીને આપી તેનો વિશ્વાસ મેળવાયો હતો. વધુમાં ફરિયાદી વેપારીએ પોલીસ જણાવ્યું હતું કે ઠગબાજો એ વિશ્વાસમાં લઈ પટ્ટી પડાવી હતી કે કાપડનો માલ વેચવા માટે આપવામાં આવે જેથી સમયસર પેમેન્ટ મળી જશે. આ વિશ્વાસ માં આવી સુરતના કાપડ વેપારી અંકિતે પોતાની મારૂતી ક્રીએશન પેઢીમાંથી અલગ અલગ રાજયોની કુલ્લે ૪૨ પેઢીઓના નામે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન કાપડનો માલ ઉધારીમાં ખરીદી કર્યો હતો. તે ઠગબાજોના જાણમાં આવી ગયો હતો.
છેતરપીંડી કરી
વિશ્વાસ અને ભરોસાના આધારે કાપડ વેપારી એ 4 રાજયોમાં ટ્રાન્સપોર્ટો મારફતે કાપડનો માલ મોકલી આપ્યો હતો. ઠગબાજો દ્વારા તમામ પેઢીઓના પ્રોપરાઇટરો સાથે ટેલીફોનીક અથવા રૂબરૂમાં મુલાકાત કરાવી આપવા જણાવાયું હતું.જોકે બાદમાં આ તમામ ઈસમોએ ક્યારેય પણ સંપર્ક નહી કરતા અંકીત છેતરાયો હોવાની જાણ થઈ હતી. સાથે જ કેટલાક વેપારીઓ પાસેથી તેઓએ કાપડના માલનું પેમેન્ટ મેળવી લીધું હોવા છતાં અંકિતને નહીં ચુકવી તેમજ બાકી નીકળતુ પેમેન્ટ પણ વેપારીઓ પાસેથી નહીં અપાવી ૮૨,૪૦,૯૬૫ ની છેતરપિંડી કરી હોવાની અંકિતે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે અંકિતે પોલીસ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક વેપારી છેતરાયો
કાપડ વેપારીઓ સાથે થતી છેતરપિંડીમાં વધુ એક વેપારી છેતરાયો છે.સુરતના વેસુ ખાતે શ્યામ સંગીનીમાં કાપડ વેપારી અંકીત રાજીવ અગ્રવાલ રિંગરોડ પર રોયલ ટ્રેડિંગમાં કાપડની દુકાન ધરાવે છે. દેશભરમાં અનેક રાજ્યોમાં કાપડનો મોટો વેપાર થવાના વિશ્વાસમાં ઠગબાજો ના હાથે અંકિત પર ભેળવાયો હતો,ચાર અલગ અલગ લોકો ના સંપર્ક માં આવ્યા બાદ આ તમામે અન્ય રાજ્યોમાં મોટો વેપાર કરવાની લાલચ આપી હતી. છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવી છે.હવે જોવાનું એ રહેશે કે આ ફરિયાદ પણ અન્ય ફરિયાદો ની જેમ માત્ર પોલીસ ચોપડે રહી જશે.કે પછી વેપારી ને છેતરનારા પકડાશે.એ જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


