ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર અચાનક કારમાં લાગી આગ, કારમાં પાંચ લોકો હતાં પણ...

Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે અચાનક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં આગ લાગતાની સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.
07:39 AM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે અચાનક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં આગ લાગતાની સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.
Surendranagar
  1. ચાણપા ગામના પાટિયા પાસે કાર અચાનક સળગી ઉઠી
  2. ગણતરીની મિનિટોમાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ
  3. કારમાં સવાર પાંચ લોકોને થયો આબાદ બચાવ

Surendranagar: અકસ્માતોની ઘટનાઓ અત્યારે ખુબ જ વધવા લાગી છે. આ સિલસિલામાં ફરી એક અકસ્માતના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચોટીલા-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે અચાનક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારમાં આગ લાગતાની સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. મળતી જાણકારી પ્રમાણે હાઈવે પર આવેલા ચાણપા ગામના પાટિયા પાસે કારમાં અચાનક આગ લાગી હતી.

આ પણ વાંચો: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! મોબાઇલ જોવા બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત!

કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો

સુરેન્દ્રનગર (Surendranagar)ના ચોટીલા-રાજકોટ હાઈવે પર કારમાં રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓ સમય સૂચકતા સાથે કારની બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે. આ બનાવના કારણે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા સ્થળ પર ભેગા થઈ ગયા હતા. આ મામલે અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મોતીવાડામાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ કરપીણ હત્યા કેસમાં પોલીસની લોકોને ખાસ આપીલ

આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, કારમાં આગ શા કારણે લાગી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે, કારમાં આગ લાગતા કોઈને હાનહાનિ થઈ નથી. કારમાં સવાર લોકોએ પોતાની સમય સૂચકતા દાખવી અને બહાર નીકળી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો છે. જો કે, કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Surat : સાયકલ સવાર વિદ્યાર્થીને પૂરપાટ આવતા ડમ્પરચાલકે મારી જોરદાર ટક્કર, પોલીસે કરી અટકાયત

Tags :
accident newsCHOTILA - RAJKOT HIGHWAYChotila-Rajkot highway surendranagarfire broke out carFire in carGujarati NewsGujarati SamacharLatest Gujarati NewsSurendranagarSurendranagar accident newsVimal Prajapati
Next Article