Surendranagar : પાટડી હોસ્પિટલમાં મૃતકનાં સગાને લાફા ઝીંકવા મામલે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી!
- Surendranagar નાં પાટડી હોસ્પિટલનાં લાફા કાંડમાં કાર્યવાહી
- પાટડી PI છત્રાલિયા વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરાઈ
- રાજકોટ રેન્જ આઈજીને કાર્યવાહી માટે ભલામણ કરાઈ
- ASI ભારતસિંહ વિરૂદ્ધ પણ સ્થાનિક પોલીસે શરૂ કરી કાર્યવાહી
સુરેન્દ્રનગરની (Surendranagar) પાટડી હોસ્પિટલમાં થયેલા લાફાકાંડમાં કાર્યવાહી શરૂ થઈ છે. પાટડી PI છત્રાલિયા વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આઈજીને (Rajkot Range IG) ભલામણ કરવામાં આવી છે. આ સાથે ASI ભારતસિંહ વિરૂદ્ધ પણ સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી છે. થોડા દિવસ પહેલા પાટડી સરકારી હોસ્પિટલમાં (Patdi Government Hospital Video) મૃતક દર્દીનાં સગા દ્વારા ગેરવર્તન બાદ પોલીસ દ્વારા લાફા ઝીંકવાનો વીડિયો વાઇરલ થયો હતો.
આ પણ વાંચો - Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત
પાટડી હોસ્પિટલનાં લાફા કાંડમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી શરૂ!
સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો થોડા દિવસ પહેલા વાઇરલ થયો હતો, જેમાં મૃતક દર્દીનાં સગાને પોલીસકર્મી લાફા મારતા નજરે પડ્યા હતા. માહિતી અનુસાર, મૃતકનાં ભત્રીજા રમેશભાઈ જાદવ સહિત ત્રણ શખ્સોએ પાટડી સરકારી હોસ્પિટલમાં આવી ડોક્ટર અને સ્ટાફ સાથે ગેરવર્તન કરી ગાળો આપતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પાટડી PI બી.સી. છત્રાલિયા ( PI B.C. Chhatraliya) અને ASI ભારતસિંહ (ASI Bharat Singh) દ્વારા ત્રણેય શખ્સોને સમજાવવા છતાં ગાળો આપી ગેરવર્તન શરૂ રાખ્યું હતું.
આ પણ વાંચો - Vadodara : ચૂંટણી ફોર્મ ભરવા બાબતે માથાકૂટ થઈ, યુવકને એકાંતમાં બોલાવી પેટ્રોલ છાંટી સળગાવ્યો!
મૃતકનાં સગાએ ગેરવર્તન કરતા પોલીસકર્મીઓએ લાફા માર્યા હતા
આરોપ અનુસાર, દારૂ પીધેલી હાલતમાં મૃતકનાં સગા રમેશભાઈ જાદવએ પાટડી PI બી.સી. છત્રાલિયાનું બાવડું પકડી ધક્કો માર્યા બાદ પોલીસકર્મીએ લાફા ઝીંકી માર માર્યો હતો. સાથે જ ત્રણેય યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. જો કે, હવે ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝન (Dhrangadhra Police) દ્વારા આ મામલે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી PI બી.સી. છત્રાલિયા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા રાજકોટ રેન્જ આઈ.જી. ને ભલામણ કરાઈ છે. જ્યારે, એએસઆઈ ભારતસિંહ વિરુદ્ધ પણ સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?