Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે લાફાવાળી! ઘટના CCTV માં કેદ

ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને એક મહિલા દ્વારા લાફા માર્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
surendranagar   ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી સાથે લાફાવાળી  ઘટના cctv માં કેદ
Advertisement
  1. Surendranagar ના વઢવાણમાં મહિલા દર્દીને લાફા ઝીંકવાનો બનાવ
  2. ખાનગી હોસ્પિટલમાં મહિલાએ જ અન્ય મહિલાને લાફા ઝીંક્યા
  3. મહિલા દર્દીને લાફા મારતા CCTV ફૂટેજ પણ થયા વાઇરલ
  4. ઘટનાને લઈ હોસ્પિટલમાં પોલીસ બોલાવવાની ફરજ પડી

Surendranagar : સુરેન્દ્રનગરનાં વઢવાણમાં (Wadhwan) મહિલા દર્દીને લાફા ઝીંકવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ખાનગી હોસ્પિટલમાં મહિલાએ જ અન્ય મહિલા દર્દીને લાફા ઝીંક્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરાતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar: બહિયલ ગામમાં ગરબા શરૂ થતા હિંસા ફાટી નીકળી, જુઓ ઘટનાનો Video

Advertisement

Advertisement

Surendranagar માં ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીને લાફા માર્યા!

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) વઢવાણ શહેરની મુખ્ય બજારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને એક મહિલા દ્વારા લાફા માર્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના હોસ્પિટલનાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ધોળીપોળ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને કોઈ કારણોસર અન્ય યુવતી દ્વારા લાફા ફટકારવામાં આવ્યા હતા, જે બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી.

આ પણ વાંચો - Dehgam Riots : 'આઈ લવ મોહમ્મદ' ના નામે હવે ગુજરાતમાં છમકલું! પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા!

મહિલા દર્દીને એક મહિલાએ લાફા માર્યા, કારણ અકબંધ

સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે હોસ્પિટલનાં CCTV ફૂટેજનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મહિલા દર્દીને અન્ય મહિલા દ્વારા કયાં કારણોસર માર મારવામાં આવ્યો તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ, આ ઘટના બાદ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને લઈ અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો - Rajkot : Bahial Riot અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા, કહ્યું- હુમલો કરવા પાછળ..!

Tags :
Advertisement

.

×