Surendranagar: વઢવાણના ગોમટા ગામે અંદાજિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ
- Surendranagar: ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
- ઘટનાને લઈ આરોગ્ય તંત્રના અધિકારીઓ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચ્યા
- તમામ લોકોની તબિયત હાલ સારી હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો
Surendranagar: સુરેન્દ્રનગરમાં વઢવાણના ગોમટા ગામે અંદાજિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. ગામમાં બાળકો, મહિલાઓ સહિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઇ છે. ઘટનાને લઈ આરોગ્ય તંત્રના અધિકારીઓ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચ્યા છે. ભોગ બનનાર લોકોને લીંબડી, વઢવાણની હોસ્પિટલમાં ખસેડાયા છે.
ફુડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં લોકોને મોડી રાત્રે ફુડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ગામમાં બાળકો, મહિલાઓ સહિત અંદાજે 60થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી છે. ત્યારે ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ પરિવારજનો સહિત પ્રસંગમાં આવેલ લોકોની તબિયત લથડી હોવાનું અનુમાન છે.
Surendranagar: ભોગ બનનાર તમામ લોકોની તબિયત હાલ સારી
ભોગ બનનાર લોકોને લીંબડી તેમજ વઢવાણ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓ સહિતનાઓએ હોસ્પિટલ તેમજ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તથા ભોગ બનનાર તમામ લોકોની તબિયત હાલ સારી હોવાથી તંત્રએ રાહત અનુભવી છે.
Surendranagar | એકસાથે 60થી વધુ લોકો પર
ફુડ પોઈઝનિંગની અસર..! | Gujarat Firstવઢવાણના ગોમટા ગામે અંદાજિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર
ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
બાળકો, મહિલાઓ સહિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર
ઘટનાને લઈ આરોગ્ય… pic.twitter.com/Uza1wWZeAN— Gujarat First (@GujaratFirst) October 26, 2025
હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે
શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે સવાલો ઉભા કર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જેમાં ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ હતી. જેને લઇને અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યના આ શહેરોમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો


