ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar: પાટડી શહેરમાં એક શિક્ષકે મોડી રાત્રે ટ્રેન નીચે આવી જીવ ટુંકાવ્યો, સૂત્રોએ જણાવ્યું આપઘાતનું કારણ

Surendranagar: પાટડીની રઘુવીરસિંહજી શાળાના શિક્ષક મનોજભાઈ પરમારે બજાણા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અત્યારે અનેક કુતૂહલ સર્જાયા છે.
09:30 AM Jan 25, 2025 IST | VIMAL PRAJAPATI
Surendranagar: પાટડીની રઘુવીરસિંહજી શાળાના શિક્ષક મનોજભાઈ પરમારે બજાણા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અત્યારે અનેક કુતૂહલ સર્જાયા છે.
Surendranagar
  1. રઘુવીરસિંહજી શાળામાં શિક્ષક કરાવતો હતો અભ્યાસ
  2. ઘરકંકાસમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
  3. પોલીસે આત્મહત્યાના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી

Surendranagar: લોકોમાં નાની-નાની વાતમાં આત્મઘાતી પગલા ભરી રહ્યાં છે. અત્યારે આત્મહત્યા કરવી જાણે સામાન્ય વાત બની ગઈ છે. સુરેન્દ્રનગરમાં પણ એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરેન્દ્રનગરના પાટડી શહેરમાં એક યુવાન શિક્ષકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પાટડીની રઘુવીરસિંહજી શાળાના શિક્ષક મનોજભાઈ પરમારે બજાણા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અત્યારે અનેક કુતૂહલ સર્જાયા છે.

આ પણ વાંચો: ઓછા ખર્ચે બમણી આવક કરવી હોય તો પ્રાકૃતિક ખેતી કરો! આ ખેડૂતે આપી સલાહ

શિક્ષણ જગત સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રાથમિક તપાસમાં ઘર કંકાશ બાબતે શિક્ષકે આત્મહત્યા કરી છે, પરંતુ તેમાં હજી કોઈ ચોક્કસ વાત નથી. જો કે, આત્મહત્યાને લઈને અત્યારે શિક્ષકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવાન શિક્ષકની આત્મહત્યાના બનાવથી શિક્ષણ જગત સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક શિક્ષકે આત્મહત્યા કરી તેને લઈને પોલીસે આત્મહત્યાના બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Sabarkantha: પશુપાલકો થઈ જાય સાવધાન! બુલેટ ઘાસ ખાતા 5 દુઝણી ગાયો મોતને ભેટી

ઘર કંકાશના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન

ખાસ કરીને વાત કરવામાં આવે તો, એક શિક્ષકને શા માટે આત્મહત્યા કરવી પડી? શિક્ષક યુવાન હતા પરંતુ સૂત્રો એવું જણાવી રહ્યાં છે કે, ઘર કંકાશના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે ચિંતામાં વધારે કરી છે. કારણે ઘર કંકાશના કારણ અનેક લોકોએ આત્મહત્યાઓ કરી હોવાના સમાચાર સામે આવતાં રહે છે. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની રહીં છે. જે સમગ્ર ભારતીય સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો: Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsLatest Surendranagar NewsPatdi citysources said reasonSurendranagarSurendranagar NewsTEACHER DEATH
Next Article