Panchmahal : 15 દિવસમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, તીવ્ર તાવ આવ્યા બાદ લથડી હતી તબિયત
- પંચમહાલ જિલ્લામાં 15 દિવસમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત
- 3 બાળકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું
- ત્રણેય બાળકોને તીવ્ર તાવ આવ્યા બાદ લથડી હતી તબિયત
- ત્રણેય બાળકોને વધુ સારવાર માટે વડોદરા કરાયા હતા રીફર
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં એક્યુટ વાઈરલ એનસિપેલાઇટીસ ના કારણે ત્રણ બાળકોના મોત નિપજતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જીલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકાના બાળકોને તીવ્ર તાવ આવ્યા બાદ તબિયત લથડતાં વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા. જોકે વડોદરા સારવાર દરમિયાન આ બાળકોના સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન ચાંદીપુરમ સહિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ
હાલ પણ ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ છે જેના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. ગત વર્ષે ચાંદીપુરમ વાયરસની લપેટમાં આવી જીલ્લામાં સાત બાળકોના મોત નીપજ્યાં હતા ત્યારબાદ પુણે અને વડોદરાથી ટીમોએ આવી સેમ્પલ લઈ ચકાસણી કરી હતી.
આરોગ્યની ટીમ દ્વારા અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લીધી
હાલ પણ પંચમહાલ જિલ્લામાં આઇસીએમઆર ની ટીમો પંચમહાલ જિલ્લામાં રૂટિન તપાસ કરી જરૂરી સેમ્પલ એકત્રિત કરી રહ્યા છે આ ટીમો એ પણ અસરગ્રસ્ત બાળકોના ઘરની મુલાકાત લઈ જરૂરી અભ્યાસ કર્યો હતો. જીલ્લામાં પુણે અને પાંડીચેરીથી આવેલી ટીમો પૈકી એક ટિમ સેન્ડ ફ્લાય સહિતના સેમ્પલ મેળવી રહી છે જયારે બીજી ટિમ હ્યુમન સેમ્પલ મેળવી જરૂરી અભ્યાસ કરી રહી છે આ કામગીરી આગામી બે વર્ષ સુધી જારી રહેશે.
આ પણ વાંચોઃ Dwarka : વહેલી સવારથી મેઘરાજાની પધરામણી, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
અસરગ્રસ્ત બાળકોના ઘરની મુલાકાત લઈ જરૂરી અભ્યાસ કર્યો
પંચમહાલ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. બી.કે. પટેલે જણાવ્યું હતું કે, કુલ ચાર કેસ એક્ટિવ એક્યુટ વાઈરલ એનસિપેલાઇટીસ રિપોર્ટ થયેલા છે. આ ચાર કેસના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. ચાર કેસમાંથી ત્રણના રિપોર્ટ ચાંદીપુરા વાયરના નેગેટીવ આવેલા છે. તેમજ એક બાળકનો રિપોર્ટ અત્યારે પેન્ડીંગ છે. ચાર બાળકોમાંથી ત્રણ બાળકોના મરણ થયેલા છે. જ્યારે ચોથુ બાળક સારવાર હેઠળ છે. ચાર બાળકોમાં એક હાલોલ તાલુકાનું, એક શહેરા તાલુકાનું અને બે ગોધરા તાલુકાના છે. જે ટીમ છે તે આઈસીએમઆર ની ટીમ છે. ટીમ તેમના રેગ્યલર સર્વેલન્સ માટે આવેલ છે.


