Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swachh Survekshan 2025 : અમદાવાદ-ગાંધીનગર એ ગૌરવ વધાર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે શહેરનાં તમામ નાગરિકો, પદાધિકારીઓ અને વિશેષ કરીને સફાઈ કામદારોનાં સહયોગ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
swachh survekshan 2025   અમદાવાદ ગાંધીનગર એ ગૌરવ વધાર્યું  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા
Advertisement
  1. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારમાં અમદાવાદ-ગાંધીનગરે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો (Swachh Survekshan 2025)
  2. બંને મહાનગર કોર્પોરેશનની ટીમોને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા
  3. PM મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલ 'સ્વચ્છતા અભિયાન' આજે જનઆંદોલન બન્યું : અમિતભાઈ શાહ
  4. આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગર્વની અને અન્ય શહેરોને પ્રેરણા આપે તેવી છે : અમિતભાઈ શાહ

Swachh Survekshan 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ ચાલી રહેલા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) શહેરે દેશવ્યાપી રેંકિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેને આવકારતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રનાં લોકપ્રિય સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે (Amitbhai Shah) બંને મહાનગરનાં મ્યુનિસિપલ કોર્પોરેશનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

  આ પણ વાંચો - Gujarat News: સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના શહેરો સામેલ, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત

Advertisement

Advertisement

આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગર્વની અને અન્ય શહેરોને પ્રેરણા આપે તેવી છે : અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે (Amitbhai Shah) શહેરનાં તમામ નાગરિકો, પદાધિકારીઓ અને વિશેષ કરીને સફાઈ કામદારોનાં સહયોગ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગર્વની અને અન્ય શહેરોને પ્રેરણા આપે તેવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં દેશમાં શરૂ કરાયેલું સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) જનઆંદોલન બન્યું છે.

  આ પણ વાંચો - Gandhinagar : પ્રિ-મોન્સૂન કામગીરી અંગે CM ભૂપેન્દ્ર પટેલે બેજવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો!

PM મોદીએ 2 ઓક્ટોબર, 2014 ના રોજ “સ્વચ્છ ભારત મિશન” ની શરૂઆત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા માટે દેશવ્યાપી જનજાગૃતિ લાવવા અને સ્વચ્છ જીવનશૈલી સ્થાપિત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર, 2014 ના રોજ “સ્વચ્છ ભારત મિશન” ની શરૂઆત કરી હતી. મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) સ્વચ્છતાનાં વિઝનથી પ્રેરિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઘરો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો તથા નાગરિકોમાં સ્વચ્છતા માટેની જવાબદારીની ભાવના વિકસાવવાનો, ખુલ્લામાં શૌચપ્રથાને સમાપ્ત કરવાનો રહ્યો છે. વર્ષોથી ચાલું રહેલા આ મિશનનાં ફળસ્વરૂપ આજે દેશનાં અનેક શહેરો અને ગામોમાં સ્વચ્છતા માટે જાગૃકતા અને નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો - Banaskantha : 12 વર્ષ પહેલા ગામ છોડી જનારા 29 આદિવાસી પરિવારનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પુનર્વસન કરાવશે

Tags :
Advertisement

.

×