SWAGAT : નાગરિકોની ઓનલાઇન જનફરિયાદ નિવારણનો ગુજરાત સરકારનો અદ્વિતીય કાર્યક્રમ
- SWAGAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૨૪મી જુલાઈ, ગુરૂવારે યોજાશે
SWAGAT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરૂવાર તા. ૨૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Naaarendra Modi)ની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી જુલાઈએ યોજાશે.
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી જુલાઈના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
આ પણ વાંચો : Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર


