Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SWAR-સુશાસનમાં વધુ એક યશ કલગી

સામાન્ય નાગરિકો પણ સરળતાથી બોલીને પોતાની અરજી સરકાર સુધી પહોંચાડી શકશે
swar સુશાસનમાં વધુ એક યશ કલગી
Advertisement
  • SWAR પ્લેટફોર્મ: સીએમઓની વેબસાઇટ પર ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ
  • સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે
  • ટેક્નોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે

SWAR- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે, સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગી થાય તેવી નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. જેમાંની એક પહેલ છે, SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મનો પ્રારંભ.

Speech to text

મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (CMO) દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ (રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન) સાથે મળીને ભાષાના અવરોધોનો દૂર કરીને ટેક્નોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે.  હવેથી સીએમઓની વેબસાઇટ https://cmogujarat.gov.in/en/write-to-cmo હેઠળ ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.

Advertisement

Speech to text ની સુવિધાથી નાગરિકો પોતાના સંદેશાઓ લખીને ટાઇપ કરવાને બદલે બોલીને ટાઇપ કરી શકશે. SWAR (Speech and Written Analysis Resource) પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ – ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચી શકશે. તેમજ, આ ટેક્નોલોદજી ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ થશે.

Advertisement

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવે જનસુવિધા માટે 

આગામી સમયમાં SWAR (સ્વર) પ્લેટફોર્મ મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે કાર્ય કરશે. જેમાં સીએમઓની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાયબ્રેરી તરીકે વધુ એનએલપી (NLP), ઓપન સોર્સ જેનએઆઇ (GenAI), એમએલ (ML), કોમ્પ્યુટર વિઝન (Computer Vision) વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરવામાં આવશે.

સ્વર પ્લેટફોર્મ થકી અંગ્રેજી કીબોર્ડને ન સમજી શકનારા સામાન્ય નાગરિકો પણ સરળતાથી બોલીને પોતાની અરજી કે ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકશે.

ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ડિજિટલ ગુજરાત થકી ડિજિટલ ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહી છે.

આ પણ વાંચો - Gandhinagar: કમલમ ખાતે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક

Tags :
Advertisement

.

×