Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વરસાદનો લાભ લઇ ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણી નદીમાં છોડાતા હજ્જારો માછલાના મોત

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  સરકાર અને તંત્ર પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરી રહી છે પરંતુ ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ વરસતા વરસાદનો લાભ લઇ કંપનીમાં રહેલું પ્રદૂષિત પાણી છોડી પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે મોડી રાત્રે વરસેલા વરસાદમાં પ્રદૂષિત...
વરસાદનો લાભ લઇ ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણી નદીમાં છોડાતા હજ્જારો માછલાના મોત
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

સરકાર અને તંત્ર પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરી રહી છે પરંતુ ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ વરસતા વરસાદનો લાભ લઇ કંપનીમાં રહેલું પ્રદૂષિત પાણી છોડી પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે મોડી રાત્રે વરસેલા વરસાદમાં પ્રદૂષિત પાણી ઉદ્યોગપતિઓએ છોડતા અમરાવતી નદીમાં હજારો માછલાઓના મોત થતા પ્રકૃતિ સુરક્ષા મંડળ મેદાનમાં ઉતાર્યું છે જેને લઇને જીપીસીબી એ પણ અમરાવતી નદીના પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી કરી છે પરંતુ જીપીસીબી પણ માત્ર સેમ્પલ લઈને સંતોષ માનતી હોવાના આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

પર્યાવરણ બચાવોના ભાગરૂપે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ પર્યાવરણ ની જાળવણી થઈ શકતી નથી અને પર્યાવરણનું સત્યાનાશ કેટલાક ઉદ્યોગપતિઓ વાળી રહ્યા છે દર ચોમાસાની ઋતુમાં આવા કેટલાક ઉદ્યોગપતિઓ વરસતા વરસાદનો લાભ લઇ પોતાની કંપનીમાંથી વરસાદી કાંસ મારફતે પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે અને પર્યાવરણને મોટું નુકસાન કરતા હોય છે, આનાથી માત્ર પાણીજ પ્રદુષિત નથી થતું પરંતુ પશુ પક્ષીઓને પણ મોટું નુકસાન થતું હોય છે. ગઈકાલે વરસેલા વરસાદમાં ઉદ્યોગપતિઓએ પોતાની કંપનીમાં રહેલું પ્રદૂષિત પાણી વરસાદી પાણી મારફતે છોડી દેવામાં આવતા અમરાવતી નદીમાં પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણીના કારણે હજારો માછલાઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને વારંવાર ઉદ્યોગપતિઓ વરસાદનો લાભ ઉઠાવી કંપનીમાંથી પ્રદૂષિત પાણી છોડી પર્યાવરણને મોટું નુકસાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તથા તેમની ટીમ અમરાવતી નદી ઉપર પહોંચી ગઈ હતી અને હજારો જળચર જીવો એવા માછલાઓના મોત જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તાબડતોબ જીપીસીબીના અધિકારીઓને જાણ કરતા જીપીસીબી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળ ઉપરથી અમરાવતી નદીમાં પાણીના સેમ્પલો લઈ કઈ કંપની માંથી પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે તેનો ત્યાગ મેળવવાના પ્રયાસો કર્યા છે

પર્યાવરણ પ્રેમીઓએ જીપીસીબી અધિકારીઓ ઉપર પણ આક્ષેપ કર્યા છે દર ચોમાસાની ઋતુમાં ઉદ્યોગપતિઓ વરસાદી કાસ મારફતે કેમિકલ યુક્ત અને પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે છોડતા હોય છે અને જીપીસીબી માત્ર સેમ્પલ લઇ સંતોષ માનતી હોય છે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હોવાના કારણે ઉદ્યોગપતિઓ બેફામ બની ગયા છે ચોમાસાની ઋતુનો પ્રારંભ તથા પ્રથમ વરસાદમાં જ ઉદ્યોગપતિઓએ કેમિકલ યુક્ત પાણી પોતાની કંપનીમાંથી વરસાદી પાણી સાથે છોડતા હજારો જળચર જીવોના મોત થયા છે ત્યારે હજુ ચોમાસું બાકી છે જીપીસીબી ઉદ્યોગપતિઓને છાવડવાનું કામ કરશે તો આવનાર સમયમાં પર્યાવરણને મોટું નુકસાન થઈ શકે તેમ છે અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવનાર હોવાની માહિતી પૂરી પાડી હતી

Tags :
Advertisement

.

×